________________
તે કન્યાને આઠમું વર્ષ શરૂ થયું ત્યારે રાજાએ તેને શિક્ષણ આપવા માટે એક કળાચાર્યની નિમણૂક કરી. દવદંતીએ ટૂંક સમયમાં સર્વ કળા પ્રાપ્ત કરી સમજણી થઈ ત્યારથી દમયન્તી શાતિનાથ ભગવાનની પૂજા અને ધાર્મિક કાર્યો દરરોજ કરતી હતી. દમયન્તીને યંવર
દમયન્તી અઢાર વર્ષની થઈ ત્યારે ભીમરથ રાજાએ સ્વયંવર મંડપ તૈયાર કરાવ્યું અને દેશ દેશના રાજાઓને આમંત્રણ આપ્યું. રાજાઓ મંડપમાં આવી. એકઠા થયા પ્રતિહારીએ સર્વ રાજાઓની ઓળખાણ આપી.દમયન્તીએ નળરાજાના ગળામાં વરમાળા આરોપી. કૃષ્ણરાજને આ ન ગમ્યું. તે નળ રાજા સાથે લડવા તૈયાર થયે. પણ તેને પિતાની હાર કબુલ કરવી પડી. ભીમરથ રાજાએ નળ દમયન્તીનાં લગ્ન ક્યને દમયન્તીને નળ સાથે કેશલપુર તરફ રવાના કરી. માર્ગમાં સુર્યાસ્ત થતાં સર્વત્ર અંધકાર ફેલાયે, દમયન્તીએ લલાટને સાફ કરી તિલકથી પ્રકાશ ફેલાવે લશ્કરે આગળ. પ્રયાણ કર્યું અને અનુક્રમે મંડળી કેશલપુર પહોંચી. કદંબ રાજાને પરાભવ
કેટલાક સમય પછી નિષધ રાજાએ નળને રાજય આપ્યું અને કુબેરને યુવરાજ બનાવી દીક્ષા લીધી. પછી નળ રાજા પ્રજાને પુત્ર પુત્રવત પાળવા લાગે અને સર્વદા પ્રજાને સુખે સુખી અને દુખે દુઃખી રહેવા લાગ્યું. એક વખત નળ રાજાને સામંતોએ કહ્યું,
અહીંથી બસે જન ઉપર તક્ષશિલા નામે નગરી છે. તેમાં કદંબ નામે રાજા છે તે તમારી આજ્ઞા માનતો નથી. અધ ભારતના વિજયથી ઉત્પન્ન થયેલા તમારા યશરૂપ ચંદ્રમાં તે એક દુર્વિ નીત રાજા માત્ર કલંકરૂપ છે તમે તેની ઉપેક્ષા કરી તેથી ને રાજા શક્તિમાં વધી પડવાથી કષ્ટસાધ્ય થઈ પડી છે તમે તેના ઉપર રેષથી કાર