________________
ર૯
સર્વ રાજાઓ જોયા પણ ચિત્રપટમાં ચિન્નેલ વસુદેવની આકૃતિવાળો કેઈ રાજવી ન દીઠે. બે ત્રણ વાર જોઈ તે થાકી અને રડી કુબેરને કહેવા લાગી, “હે દેવ ! હું તમારી પૂર્વજન્મની પત્ની છું, માટે તમે આવી રીતે મારી મશ્કરી ન કરે; કારણ કે જેને હું વરવાને ઇચ્છું છું તે વરને તમે અંતતિ કરી દીધા છે એમ મને લાગે છે. પછી કુબેરે હાસ્ય કરી વસુદેવને કહ્યું, “મહાભાગ ! મેં તમને જે કુબેરકાન્તા નામે મુદ્રિકા આપી છે તે હાથમાંથી કાઢી નાખે. કુબેરની આજ્ઞાથી વસુદેવે તે મુદ્રિકા કાઢી નાખી. એટલે તે નાટકના પાત્રની જેમ પિતાના રવરૂપને પ્રાપ્ત થયા. કનકવતીએ વરમાળા વસુદેવના કંઠમાં રેપી સર્વત્ર આનંદ આનંદ ફેલા. કુબેર અને રાજાઓની હાજરીમાં વસુદેવ અને કનક્વતીનાં લગ્ન થયાં.
કનકવતીને પૂર્વભવ–નળ દમયન્તી ચરિત્ર પહેલે ભવ મમ્મરાજાની વીરમતી રાણી
વસુદેવે કુબેરને પૂછયું, “તમે અહીં કેમ આવ્યા?” કુબેરે વસુદેવને કહ્યું, “હે કુમાર ! મારૂં અહીં આવવાનું કારણ સાંભળો.”
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે અષ્ટાપદ ગિરિની પાસે સંગર નામે નગર હતું. તે નગરમાં મમ્મણ નામે રાજા હતો અને તેને વીરમતી નામે રાણી હતી. એક વખત એ રાજા રાણી સહિત શિકાર કરવા નગર બહાર નીકળ્યો. રસ્તામાં તેણે સંધ ભેગા ચાલ્યા આવતા મળમલિન સાધુને જોયા એટલે. “આ મારે અપશુકન થયા” આ પ્રમાણે વિચારી તેણે સંધ સાથે આવતા તે મુનિને રોક્યા. પછી શીકાર કરી આવીને રાજા રાણી સાથે સ્થાને બે અને મુનિને બાર ઘડી સુધી દુઃખમય સ્થિતિમાં રાખ્યા. ત્યારપછી રોજિદંપતીને દયા આવી; તેથી મુનિને પૂછયું, “ તમે