________________
૨૮૭ સીના સંપર્કમાં હું આવ્યું. ત્રિદંડીના વાસમાં રહી સિદ્ધસ મેળવવાના અને સુવર્ણ ભૂમિમાં જવાનાં મેં ઘણું ફાફા માર્યા. પણ નસીબ ચાર ડગલા આગળને આગળ. આથી કંઈ ઠેકાણે સફળતા ન મળી.
નવકાર મંત્રને પ્રભાવ
એક વખત મારા મિત્ર ઈન્દ્રદત્તે બે મેંઢા માય એક મેંઢાને મરતી વખતે મેં નવકાર મંત્ર સંભળા. રખડતો રખડતે હું એક પર્વત ઉપર ગયો ત્યાં પેલા અમિતગતિ વિદ્યાધર જે મુનિ થયા હતા. તેમને હું નમી બેઠે. તેવામાં એક દેવ આવ્યો. તેણે પહેલાં મને નમસ્કાર કર્યો અને પછી મુનિને નમે. અમે પૂછયું. “આમ ઉલટું કેમ કર્યું?” તેણે કહ્યું મારી વાત સાંભળો –
- પૂર્વ ભવમાં હું ઘેટે હતે. ઘેટાના ભાવમાં ચારૂદ મને નવકાર મંત્ર સંભળા, તેથી હું સારા અધ્યવસાયથી મૃત્યુ પામી દેવ થે. આથી મારા પરમ ઉપકારી ચારૂદત્તને મેં પ્રથમ નમરકાર કર્યો.
આ અરસામાં અમિતગતિના પુત્રો ત્યાં આવ્યા. તે એમને પિતાના જે માની તેમણે તેમની બહેન ગંધર્વ સેના આપી અને કહ્યું કે અમારા પિતાએ દીક્ષા લેતાં કહ્યું છે કે “મારા ભૂચરમિત્ર ચારૂદત્તને આ કન્યા આપજે. તે વસુદેવની વેરે પરણાવશે. કારણ કે આને પતિ વસુદેવ થવાનું છે તે નિશ્ચિત છે. આથી હે વસુદેવ ! આ વણિક પુત્રી છે એમ ન માનશે. આ ગંધર્વસેન વિદ્યાધરની પુત્રી છે.”