________________
ર૭૭ લીધી. અને ઘાતી કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ગામા–ગ્રામ વિચરતા શ્રીષેણ કેવળી હસ્તિનાપુર પધાર્યા. શંખકુમાર પરિવાર સહિત વાંદવા આવ્યા અને દેશનાને અને પૂછયું, “હે ભગવાન ! મને આ શોમતિ ઉપર વધુ મમત્વ શાથી છે ?કેવળીએ ધનદેવના ભવથી માંડી સાતે ભવનો સંબંધ કહી બતાવ્યું અને કહ્યું, “આગામી ભવમાં તમે નેમિનાથ નામના બાવીસમા તીર્થકર થશે અને આ યશામતિ રાજિમતિ થશે.” શંખ રાજર્ષિ વૈરાગ્ય પામે. પુત્ર પુંડરિકને રાજ્ય સેંપી, બે ભાઈઓ, યશોમતિ અને મંત્રી સાથે દીક્ષા લીધી. વિશ સ્થાનક તપ આરાધી શંખ રાજર્ષિએ તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું. અને અણુશણ કરી. શંખ મુનિ તથા યશેમતિ અપરાજિત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. દીક્ષા અને સ્વર્ગગમન
વસુદેવ ચરિત્ર આ ભરતક્ષેત્રમાં મથુરા નામે એક નગરી છે તે નગરીમાં હરિવંશને વિષે પ્રખ્યાત રાજા વસુના પુત્ર બુધવજ પછી ઘણા રાજાઓ થઈ ગયા. પછી યદુ નામે એક રાજા થયો. યદુને શૂર નામે પુત્ર થશે અને તે શરને શૌરિ અને સુવીર નામે બે વાર પુત્રો છે. શૂર રાજાએ શૌરિને રાજય સેંપી, સુવીરને યુવરાજપદ આપી, દીક્ષા લીધી. શૌરી મથુરા છોડી કુશા દેશમાં સાયપુર વસાવી રાજ કરવા લાગે. શરિને અંધકવૃષ્ણિ વગેરે પુત્રો થય. અને આ અંધકવૃષ્ણિને સુભદ્રાદેવીથી સમુદ્રવિજ્ય વસુદેવ વગેરે દશ પુત્રો થયા અને એ દશે પુત્રો દશાના નામે પ્રસિદ્ધ થયા. આ ઉપરાંત અંધકવૃણિને કુંતી અને માદ્રી નામે બે પુત્રીઓ થઈ તેણે કુંતીને પાંડુ વેરે પરણાવી અને માદ્રી દમઘોષ રાજાને આપી.