________________
૨૭૫ શંખકુમારે થોડા લક્સને પહેલાં અંદર મોકલ્યું અને લશ્કર સાથે પોતે બહાર સંતાઈ રહ્યો. પલ્લીપતિ “શંખકુમારને પકડી પકડો, એમ બૂમ પાડતે જે કિલ્લામાં પેઠે કે તુરત પાછળથી અને આગળથી કુમારે લશ્કર સહિત તેને ઘેરી લીધા. પલ્લી પતિએ શરણાગતિ સ્વીકારી. તેણે દંડ આપવાનું કબૂલ કર્યું અને રાજકુમારની માફી માગી.
પહેલી પતિ સાથે કુમાર પાછો વળે. સાયં કાળ થતાં માર્ગમાં તેણે પડાવ નાખ્યો, અર્ધી રાત્રે કુમાર શય્યા ઉપર હતો તેવામાં કેઈ કરૂણવર તેના સાંભળવામાં આવે; તેથી તરત હાથમાં ખડગ લઈ સ્વરને અનુસરે તે ચાલ્યા. આગળ જતાં આધેડ વયની એક સ્ત્રીને તેણે રુદન કરતી જોઈ એટલે તેને કહ્યું, “હે ભદ્ર! નહીં તારા દુઃખનું જે કારણ હોય તે કહે,' તેણે કહ્યું, હે કુમાર ! ચંપાપુરીના જિતારિ રાજાને વશમતિ નામે પુત્રી છે. તેણે યૌવનવય પામતાં, શંખકુમારનાં ગુણ સાંભળી તેને પરણવાનો નિશ્ચય કર્યો. જિતારિ રાજાએ પુત્રીની વાત, કબુલ કરી અને તે હરિતના પુર નગરમાં શ્રીષેણ રાજા પાસે શંખકુમારની સાથે વિવાહનું નક્કી કરવા માણસ મોલે છે તેવામાં તેને મણિશેખર વિદ્યાધરે હરી. હું રાજકુમારીના હાથે વળગી પડી. અહીં સુધી તે હું આવી પણ તેણે મને તરછોડી નીચે નાખી દીધી. હું ય શેમતિની ધાવમાતા છું. મારા વગર તે બિચારી દુઃખી થતી હશે તેથી હું રડું છું” શંખકુમારે તેને આશ્વાસન આપ્યું અને કહ્યું, “હમણાં જ હું યશેમતિને લાવી આપું છું કુમાર ઊપડ અને મણિશેખરને વિશાલ પર્વતના શિખર ઉપર પડયે. મણિશેખર કન્યા તરફ મુખ કરી બોલ્યા, “જો આ શંખકુમાર! હમણાંજ તેને દેવલોમાં મેકલું છું”