________________
૨૮૦
પિતાને ઘેર ગયા. તાપસ પારણા માટે રાજગૃહે આવે પણ રાજા તે વાત ભૂલી ગયા એટલે કેઈએ તેને સત્કાર કર્યો નહિ એટલે તાપસ પાછો ફર્યો અને તેણે બીજા મહિનાના ઉપવાસ આદર્યા રાજાને તાપસને પારણા માટે કરેલ નિમંત્રણ યાદ આવ્યું અને તે ફરી તાપસ પાસે ગયા અને તેમની ક્ષમા માગી અને ફરી પાછું તેમને નિમંત્રણ આપ્યું દેવગે પાછા પ્રથમની જેમ ભૂલી ગયા અને તાપસ પારણું ર્યા વગર આશ્રમમાં પાછો આવ્યો તે મરણમાં આવતાં રાજાએ પાછા પૂર્વની જેમ તેને ખમાવ્યો અને ફરીથી નિમંત્રણ આપ્યું તે વખતે પણ રાજા ભૂલી ગયો એટલે તાપસને ડેધ ચઢયે તેથી તેણે નિયાણું બાહ્યું કે “આ તપના પ્રભાવ વડે હું ભવાંતરમાં આને વધ કરનાર થાઉં” પછી અણશણ કરી, તે મૃત્યુ પામ્યા અને ઉગ્રસેનની સ્ત્રી ધારિણીની કુક્ષિવિષે પુત્ર પણે ઉત્પન્ન થયો ગર્ભના પ્રભાવથી અન્યદા રાણીને પતિનું માંસ ખાવાનો દેહદ થયો. દેહદ ન પૂર્ણ થવાથી દિવસે દિવસે ક્ષય પામતી અને કહેવાને લજજા પામતી ધારિણીએ અન્યદા બહુ કષ્ટ તે દોહદ પોતાના પતિને જણાવ્યો. પછી મંત્રીઓએ રાજાને અંધા રામાં રાખી તેના ઉદર પર સસલાનું માંસ રાખી તેમાંથી છેદી છેદીને રાણીને આપવા માંડયું જયારે તેને દેહદ પૂર્ણ થયે ત્યારે તે પાછી મૂળ પ્રકૃતિમાં આવી અને બોલી કે, “હવે પતિ વિના આ ગર્ભ અને જીવિત શા કામનાં છે?' છેવટે જ્યારે તે પતિ વિના મરવાને તૈયાર થઈ ત્યારે, મંત્રીઓએ કહ્યું, “દેવી! આત્મહત્યા કરશે નહિ. અમે તમારા પતિને સાત દિવસમાં સજીવન કરી બતાવશું” સાતમે દિવસે મંત્રીઓએ ઉગ્રસેન ને બતાવ્યા એટલે રાણુઓ માટે ઉત્સવ
ર્યો. પૂણમાસે રાણીએ પુત્રને જન્મ આપ્યો. પણ પુત્ર ક્રરકમી હોવાની માન્યતાથી પોતાના તથા રાજાના નામથી અંક્તિ થયેલી