________________
૭૧
થઇશ અને આ તારે મિત્ર વિમળબોધ તારી મુખ્ય ગણધર થશે” તે સાંભળી તેઓ બન્ને ખુશી થયા. પછી તે મુનિની સેવા કરવા તેઓ કેટલાક દિવસ ત્યાં જ રહ્યા. કેવળીએ ત્યાંથી વિહાર કર્યો એટલે તેઓ બને પણ રથાને સ્થાને જિનચૈત્યને વંદન કરતા વિચરવા લાગ્યા.
આ પ્રીતીમતીને સ્વયંવર આ જનાનંદ નામના નગરમાં જિતશત્ર નામે એક રાજા હતો. તેને ધારિણી નામે રાણી હતી. રત્નાવતીને જીવ સ્વર્ગમાંથી
વીને ધારિણી રાણીની કુક્ષિમાં પુત્રીપણે અવતર્યો પૂર્ણમાસે રાણીએ એક પુત્રીને જન્મ આખ્યો. પિતાએ તેનું નામ પ્રીતિમતી પાડ્યું અનુક્રમે તે યૌવન વય પામી અને સર્વકલા તથા વિદ્યામાં નિપુણ બની. તેણે એવી પ્રતિજ્ઞા કરી કે જે પુરૂષ મને વિદ્યામાં જિતશે તેને હું પરણીશ રાજાએ સ્વયંવર મંડપ રચા અને દેશ દેશના રાજાઓ અને વિધાધરોને આમંત્રણ આપ્યું. રાજાઓ સમયસર ત્યાં આવ્યા અને સૌ પોતપોતાના થાને ગોઠવાયા. અપરાજિતકુમાર પણ મંત્રી પુત્ર સાથે વિઘાઘરની આપેલી ગુટિકાને પ્રગથી રૂપ પરાવર્તન કરી ગ્ય સ્થાને બેઠે. ધરમાળા સાથે પ્રીતિમતી પ્રતિહારીને લઈ સ્વયંવરે મંડપમાં આવી રાજાઓ રૂપે તેનું અને તેજ જોઈ ચિરવત સ્થિર થયા. પ્રતિહારીએ રાજાઓના નામગોત્ર ઉચ્ચારી તે તે રાજાઓને ઓળખાવ્યા. આ પછી પ્રીતિમતીએ પ્રશ્નો પૂછયા. સર્વ રાજકુમારે મૌન રહ્યા. કઈ પ્રશ્નના જવાબ આપી શકયું નહિ. તુરત જ અપરાજિત ઊભા છે અને તેણે પ્રીતિમતીના પ્રશ્નના જવાબ આપી તેને જીતી લીધી. પ્રીતિમતીએ તરત જ વરમાળા તેના કંઠમાં આપી રાજાઓએ તલવાર ખેંચી અને બોલી ઉઠ્યા. “ આવા કુબડાને