________________
ર૭૦
“ભુવન ભાનુ નામના વિધાધર રાજાને કમ બની અને કુમુદિની નામે બે કુંવરીઓ છે તેમને વર તમારા પ્રિય મિત્ર અપરાજિત થશે એવું કઈ જ્ઞાનીએ કહેલું છે. તે ઉપરથી અમારા સ્વામી એ તેને લાવવાને માટે અમને મોકલ્યા હતા. અમે તે વનમાં આવ્યા અને તમે જળ લેવા ગયા એટલે અમે અપરાજિત કુમારનું હરણ કરી તેને અમારા સ્વામી પાસે લઈ ગયા. અમારા સ્વામીએ પોતાની બે પુત્રીના વિવાહ માટે તેમને યાચના કરી પણ તમારા વિરહના દુઃખથી કુમાર મૌન રહ્યા. એટલે ભુવન ભાનુ વિધાથરે તમને લાવવાની અમને આજ્ઞા કરી. હવે ઊભા થાઓ અને સત્વરે ત્યાં ચાલે, કેમકે તે બંને રાજકુમારી અને રાજકુમારને વિવાહ થવા તમારે આધીન છે. આવાં તેમનાં વચન સાંભળી વિમળબોધ તેમની સાથે કુમાર પાસે આવ્યો પછી શુભ દિવસે અપરાજિત બન્ને વિધાધર કન્યાઓ પર કેટલેક કામ ત્યાં રહી રાજકુમાર દેશાંતર જવા નીકળ્યો
અપરાજિત અને વિમળબોધ ચાલતા ચાલતા શ્રીમંદિરપુર આવ્યા. ત્યાં છરીના પ્રહારથી પીડા પામેલા સુપ્રભ નામના રાજાને કુમારે મણિ અને મૂલિકા વડે સજજ કર્યો. તેથી પ્રસન્ન થયેલા રાજાએ તેને પોતાની રંભા નામની કન્યા પરણાવી.
કેવળની ભવિષ્યવાણી રંભા સાથે કીડા કરતાં કેટલેક કાળ નિર્ગમન કરી રાજપુત્ર પૂર્વની જેમ મંત્રીપુત્ર સાથે ગુપ્ત રીતે તે નગરમાંથી નીકળી ગયે. ત્યાંથી કુડપુર સમીપે આવ્યાં. ત્યાં એક કેવળજ્ઞાની મુનિ તેમના જોવામાં આવ્યા. તેમને ત્રણ પ્રદક્ષિણા કરી નમી પાસે બેસી ધર્મદેશના સાંભળી. દેશના પૂર્ણ થયા પછી નમસ્કાર કરી અપરાજિતે પૂછયું, “ભવ્ય છું કે અભવ્ય ? ” કેવળી બોલ્યા, “તું ભવ્ય છે. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં તું બાવીશમે તીર્થકર