________________
ફક નાની પાત્રતામાં બરોડ મહિક
૨૬૯ સન્માન કર્યું અને પિતાને ત્યાં લઈ જઈ કનકમાલા નામની પિતાની પુત્રી પરણાવી.
સૂરકાન્ત વિદ્યાધરને પરાભવ સુકેશલને ત્યાંથી છૂપી રીતે વિમલ બેધને લઈ અપરાજિત નીકળી ગયો એકવખત કાલિકા દેવીના મંદિરની નજીક કેઈ સ્ત્રીનું રૂદન તેના સાંભળવામાં આવ્યું. કુમાર તે શબ્દના અનુસાર ચાલ્ય. ત્યાં અગ્નિની પાસે બેઠેલી એક સ્ત્રી અને તીર્ણ ખડગ ખેંચીને ઊભેલે એક પુરૂષ તેના જેવામાં આવ્યો. અપરાજિતે તે પુરૂષ ને હરાવી સ્ત્રીનું રક્ષણ કર્યું. બન્ને મિત્રોનું પરાક્રમ દેખી ઘાયલ થયેલે પુરૂષ ખુશ થયો. અને તેણે અપરાજિતને એક મણિ અને મૂલિકા આપ્યા અને મંત્રી પુત્રને બીજે વેશકકરી શકાય એવીગુટિકા આપી. કુમારના પૂછવાથી ઘાયલ પુરૂષે કહ્યું “હું શ્રીષેણ વિદ્યાઘરને સુરકાન્ત નામે પુત્ર છું અને આ કન્યા રથનુપુર નગરના અમૃત સેન રાજાની કુંવરી રત્નમાલા છે” એ અરસામાં રત્નમાલા ને શોધવા નીકળેલા તેના માતાપિતા ત્યાં આવી પહોંચ્યા. મંત્રીપુત્રે તેમના પૂછવાથી તેમને સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યો. અમૃતસેન રાજાએ ખુશ થઈ પોતાની કન્યા રત્નમાલા કુમાર અપરાજિતને પરણાવી પછી સસરાની રજા લઈ અપરાજિત મિત્ર સહિત આગળ ચાલ્ય..
અપરાજિતનું હરણ માર્ગે ચાલતાં બન્ને મિત્રો એક ચટવામાં આવ્યા. ત્યાં કુમારને તરસ લાગી તેથી મંત્રીપુત્ર વિમળબંધ જળ લેવા ગયે.. જળ લઈ આવ્યો ત્યારે તેણે કુમારને તે સ્થળે જોયો નહિ તેથી તે આમ તેમ તેની શોધ કરવા લાગ્યા. તેવામાં તેને વિધારે મળ્યા. તેમણે મંત્રીપુત્ર વિમળબંધને કહ્યું,