________________
૨૩
ધનકુમારના જીવ બાવીસમે તી કર થશે,
એક દિવસ ચંચલપુરના ઉદ્યાનમાં ચતુર્જાની વસુંધર નામના મુનિ પધાર્યાં. વિક્રમધન રાજા કુટુંબ સહિત વાંઢવા ગયા. ધર્મ દેશના પૂર્ણ થયા પછી વિક્રમધન રાજાએ મુનિને પૃયું, “ આ ધનકુમાર ગમાં હતા ત્યારે તેની માતાએ એક આન્ન વૃક્ષ જોયુ હતું. તે વખતે કાઈ પુષે કહ્યું હતું કે જુદે જુદે ઠેકાણે નવ વાર આ વૃક્ષ રાપાશે અને તેને ઉત્તરાત્તર ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થશે. એ કુમારના જન્મ થવાથી એ સ્વપ્નનુ ફળ તા અમારા જાણવામાં આવ્યું છે પણ નવ વાર આરાપણ થવાના શો અર્થ છે ? ” મુનિએ સન:પવ અને અવધિજ્ઞાન વડે વળી પાસેથી જાણી લઈ કહ્યું, “આ તમારા પુત્ર ધનકુમાર આ ભવથી માંડીને ઉત્તરાત્તર શ્રેષ્ઠ એવા નવ ભવ કરશે અને નવમા ભવમાં આ ભરતક્ષેત્રને વિષે યદુ વંશમાં ઉત્પન્ન થઇ તે બાવીશમા તીર્થંકર થશે.” આવુ... મુનિત્ વચન સાંભળી સર્વે અતિશય હર્ષ પામ્યા અને જનધમ માં વધુ દેદ્ર બન્યા.
ધનકુમારે સ્વીકારેલા ગહસ્થ ધર્મ .
એક વખત ધનકુમાર ધનવતી સાથે ક્રીડા કરવા સરાવર ઉપર ગયા. ત્યાં તેણે એક મૂર્છા પામેલા મુનિને જોયા. ધતકુમારે અનેક પ્રકારના શીતળ ઉપચાર કરી તેમને સચેત કર્યાં. મુનિએ ધર્મોપદેશ આપ્યા એટલે ધનકમારે ધનવતી સહિત મુનિની આગળ સમ્યકત્વ પ્રધાન ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યા પછી તેમણે તે મુનિને ઘેર લઈ જઈને અન્નપાનથી પ્રતિલાભિત કર્યાં અને ધર્મ શિક્ષાને માટે કેટલાક કાળ સુધી ત્યાં જ રાખ્યા. અંતકાળે વિક્રમધન રાજાએ ધનકુમારને પેાતાના રાજ્ય ઉપર અભિષિક્ત કર્યો ત્યારથી ધનકુમાર શ્રાવક ધર્મ અને પૃથ્વીનુ પણ પાલન કરવા લાગ્યા