________________
૨૧
શ્રી નેમિનાથ ચરિત્ર પહેલા ભવ-ધનકુમાર બીજે ભવ-દેવ આ જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં અચલપુર નામે નગર હતું. ત્યાં વિક્રમધન નામે રાજા રાજય કરતા હતા. તેને ગુણ, શીલ સંપન્ન ધારિણી નામે રાણી હતી. એક વખત એ ધારિણી દેવીએ રાત્રિના શેષ ભાગમાં એક આંબાના વૃક્ષને ફલિત થયેલું સ્વપ્નમાં જોયુ. તે વૃક્ષને હાથમાં લઈ કાઇ રૂપવાન પુરૂષે કહ્યું. “ આ આમ્રવૃક્ષ આજે તારા આંગણામાં રાપાય છે, તે જેમ કાળ વ્યતીત થશે તેમ તેમ ઉત્કૃષ્ટ ફળવાળુ થઈને જુદે જુદે સ્થાન કે નવ વાર રાપાશે” આ સ્વપ્નનું વૃત્તાન્ત રાણીએ રાજાને કહ્યું એટલે રાજાએ સ્વપ્ન લક્ષણ પાડાને ખેાલાવી તેમની સાથે તેના વિચાર કર્યાં. સ્વપ્ન લક્ષણ પાડાએ કહ્યું, “ આ સ્વપ્નથી એમ સિદ્ધ થાય છે કે તમારે એક ઉત્કૃષ્ટ ભાગ્યવાન પુત્ર થશે અને સ્વપ્નગત આમ્રવૃક્ષ જે જુદે જુદે ઠેકાણે નવ વાર રાપાશે એમ કહ્યું, તેના આશય તા માત્ર દેવળી જાણે, અમારા જાણવામાં આવતા નથી” નિમિત્તિઆનાં આવાં વચન સાંભળી ધારિણી દેવી ધણી ખુશી થઇ અને ત્યારથી તેણે ઉત્તમ ગર્ભ ધારણ કર્યાં. પૂર્ણમાસે ધારિણી માતાએ પુત્રને જન્મ આપ્યા. રાજાએ પુત્રના જન્મ મહેાત્સવ કર્યાં અને શુભ દિવસે તેનુ નામ ધનકુમાર પાડયું. અનુક્રમે તેણે સ કળાએ સંપાદન કરી અને ચૌવનવય પામ્યા.
એ સમયે કુસુમપુર નામના નગરમાં સિંહ નામે રાજા હતા. તેને વિમળા નામે રાણી હતી. સિંહરાજાને તે રાણીથી ઘણા પુત્રો પછી એક પુત્રી થઈ રાજાએ કન્યાનું નામ ધનવતી પાડયું. અનુક્રમે કુંવરી વૃદ્ધિ પામી અને તેણે સર્વ કળા સપાદન કરી, એક વખતે ધનવતી સખી સાથે ઉદ્યાનમાં કીડા કરતી હતી તેવામાં એક