________________
૨૩૭
કુંભકર્ણ, ઈન્દ્રજિત, મેઘવાહન વગેરેને છોડી દીધા. પછી બિભીષણ વગેરે સગાસંબંધીઓએ રાવણને અગ્નિસંસ્કાર કર્યો. અને રામ સહિત ઘણાએ તેને અંજલિ આપી.
આ અરસામાં અપ્રમેયબલ નામના જ્ઞાની મુનિ પધાર્યા.. તેમની દેશના સાંભળી, ઈન્દ્રજિત અને મેઘવાહને વૈરાગ્ય પામી, પોતાના પૂર્વભવ પૂછયા. ઇન્દ્રજિત મેઘવાહન અને મંદોદરીને પૂર્વભવ
મુનિ બોલ્યા, “આ ભરતક્ષેત્રની કેશાંબી નગરીમાં તમે બે પ્રથમ અને પશ્ચિમ નામે નિર્ધન ભાઈઓ હતા. કાળક્રમે દીક્ષા લઈ ફરતા ફરતા પાછા કેશબીના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં પોતાની ઈંદુમુખી રાણીની સાથે રાજાને ક્રીડા કરતે જોઈ પશ્ચિમ મુનિએ નિયાથું બાંધ્યું કે, “આ તપસ્યા કરવાથી આવી કીડા કરનાર આ રાજા અને રાણુને જ હું પુત્ર થાઉ” બીજા સાધુઓએ ઘણા વાર્યા તે પણ તે આવા નિયાણાથી નિવૃત્ત થયા નહિ તેથી મરણ પામીને તે પશ્ચિમ મુનિ રતિવર્ધન નામે તેમના પુત્ર થયા. પ્રથમ નામના મુનિ મૃત્યુ પામી, નિયાણા સહિત તપના બળથી પાંચમા કેમ્પમાં દેવ થયા. તેમણે અવધિજ્ઞાનથી પોતાના ભાઈ પશ્ચિમને જો અને મુનિરૂપ લઈ તેની પાસે આવી, તેને પૂર્વભવ કહ્યો. આથી રતિવર્ધને દીક્ષા લીધી અને તે પણ દેવ થયો. ત્યાંથી ચ્યવી બે ભવ કરી, પ્રથમ તે રાવણને ઈન્દ્રજિત નામે પુત્ર થયે અને પશ્ચિમ તે મેઘવાહન નામે કુંવર થયે. ઈન્દુ મુખી પણ ભવ ભ્રમણ કરી, તમારી માતા મંદોદરી નામે થઈ.”
આ પૂર્વભવ સાંભળી ઈન્દ્રજિત, મેઘવાહન, મંદોદરી વગેરેએ દિીક્ષા લીધી.