________________
૨૩૫
થયા અનતે વિશલ્યાના પાદ જળથી લક્ષ્મણ ભાનમાં આવ્યો. લક્ષ્મણની મુછ
લક્ષ્મણને મૂછી વળી છે એવી રાવણને ખબર પડી એટલે તેના મંત્રીઓએ સીતાને છોડી દેવા ફરી સલાહ આપી. પણ રાવણે તે સ્વીકારી નહિ. ઉલટું તેણે દૂત મારફત રામને કહેવડાવ્યું, “તમે મારા પુત્રોને છોડી મૂકે અને સીતાને મારી સાથે પરણા. જે તમે મારી માગણને ઈનકાર કરશે તે હું તમારે સર્વ નાશ કરીશ.” જવાબમાં રામે જણાવ્યું, દૂત, તારા સ્વામીની દરખાસ્ત હું સ્વીકારતો નથી. લક્ષ્મણે પણ દૂતને જણાવ્યું, “તારા રાવણને યુદ્ધ કરવા મોકલ. તેને મારવાને માટે ભુજ તૈયાર થઈ રહેલો છે.” રાવણની વિદ્યા સાધના
દૂતના પાછા આવ્યા પછી મંત્રીઓએ રાવણને સીતા રામને સોંપી દેવા જણાવ્યું. પણ રાવણે પિતાને હઠાગ્રહ છોડ નહિ. શાતિનાથ પ્રભુના ચિત્યમાં જઈ તેણે બહુરૂપા નામની વિદ્યાની સાધના કરી. પછી તે સીતા પાસે ગયા અને ગમે તેવો બાદ કર્યો. સીતાએ તેને કહ્યું, “રામ, લક્ષ્મણ યુદ્ધમાં મરણ પામશે તે પણ હું તારે સ્વાધીન તો નહીં જ થાઉં, પણ અનશન વ્રત લઈ દેહત્યાગ કરીશ” સીતાના આવાં વચન સાંભળી રાવણે વિચાર્યું, બિભીષણ અને મંત્રીઓની સલાહને અસ્વીકાર કરીને મેં કુળને કલંકિત કર્યું છે, પરંતુ જો હવે હું સીતાને છોડી દઉં તો તે વિવેક ગણાશે નહિ. પણ ઉલટું ‘રામથી દબાઈને સીતાને આપી દીધી. એ અપયશ પ્રાપ્ત થશે; માટે રામલક્ષમણને બાંધીને અહીં આવું અને પછી તેમને આ સીતા અર્પણ કર્યું તો તે કાર્ય ધર્મ અને યશ વધારનારૂં થશે.” રાવણનો વધ
બીજે દિવસે રાવણ અને લક્ષ્મણ વચ્ચે તુમુલ યુદ્ધ થયું