________________
૨૩૯
પાળી મોક્ષપદ પામ્યા. ભારતની દીક્ષા પછી રાજાઓએ રામને રાજ્યગાદી સ્વીકારવા વિનતી કરી પણ રામે તેમને કહ્યું, આ લક્ષમણ વાસુદેવ છે, માટે તેને રાજયાભિષેક કરે.” તેઓએ તત્કાળ તેમ કર્યું અને રામને પણ બલદેવપણાને અભિષેક કર્યો. પછી રામ આઠમા બલદેવ અને લક્ષમણ આઠમા વાસુદેવ બની રાજય કરવા લાગ્યા. જે જે મિત્રોએ તેમને વનવાસ કામમાં મદદ કરી હતી તેમને રામે જુદા જુદા પ્રદેશ આપ્યા. શત્રુદનની ઈચ્છાથી તેને મથુરાનું રાજય આપવામાં આવ્યું.
સીતા ઉપર ખોટું કલંક સીતાનું સ્વપ્ન
એક વખતે સીતા ઋતુસ્નાન કરીને સુતા હતા ત્યારે રાત્રિને અને સ્વપ્નમાં બે અષ્ટાપદ પ્રાણીને વિમાનમાંથી આવીને પિતાના મુખમાં પ્રવેશ કરતા તેણે જોયા. તેણે તે સ્વપ્ન રામને કહ્યું, એટલે રામ બોલ્યા, “તમારે બે વીર પુત્ર થશે, પણ વિમાનમાંથી બે અષ્ટાપદ પ્રાણી ચવ્યા એવું જે તમે દીઠું છે તેથી મને હર્ષ થતા નથી.” જાનકી બોલ્યા, “હે પ્રભુ ! ધર્મના અને તમારા માહાસ્યથી બધું શુભ જ થશે.” તે દિવસથી સીતાએ ગર્ભ ધારણ કર્યો. સીતા પ્રથમ પણ રામને અતિ પ્રિય હતા, તે ગર્ભ ધારણ કર્યા પછી વિશેષ પ્રિય થયા. શોકનું કાવનું
સીતાને સગર્ભા જાણી તેની પત્નીઓને (શો ને) ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. તેમણે હસતાં હસતાં એક વાર પૂછ્યું, “સીતા, રાવણનું રૂપ કેવું હતું.” સીતાએ કહ્યું “મેં એના પગ સિવાય કાંઈ જોયું જ નથી.” શોધેએ કહ્યું, “પગ તે પગ ઓળખી બતાવ સીતાએ કહ્યું, “એ પાપીના પગ ઓળખીને શું કામ છે શોએ કહ્યું, “હવે તે એ ગયે. આપણે કૌતુક તે પુરૂં કરીએ આલેખ!