________________
૨૫૩
આસન વડે ધ્યાન ધરતા રામ દુતપ તપ તપવા લાગ્યા, આ આ વખતે ઈન્દ્ર બનેલ સીતાના જીવે વિચાર્યું. “રામ થોડા જ વખતમાં મુક્તિ પામશે અને અમારે સદાકાળનો વિયોગ થશે. લાવ, એક પ્રયત્ન કરું અને તેમને દેવલોકમાં લાવું ” આ પછી સીતેન્દ્ર રામને અનુકૂળ ઉપસર્ગો કર્યા. પણ રામભદ્ર મહામુનિ જરાપણ ક્ષોભ પામ્યા નહિ જેથી માઘ માસની શુકલ દ્વાદશીએ રાત્રિના છેલ્લા પહેરે તેમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. સીતેન્દ્ર ક્ષમા માગી અને ભક્તિપૂર્વક કેળવજ્ઞાનને મહિમા કર્યો. રામ કેવળીએ દેશના આપી. દેશનાના અને સીતેન્દ્ર રાવણ અને લક્ષ્મણની ગતિ પૂછી. કેવળીએ કહ્યું. રાવણ અને લક્ષ્મણ ચેથી નરકમાં છે. તું ભરત ક્ષેત્રમાં સર્વ રક્તપતિ નામે ચક્રવતી થઈશ ત્યારે રાવણ અને લક્ષ્મણના જીવ ભવ ભ્રમણ કરી તારા પુત્રો થશે રાવણને જીવ ત્રણ ભવ કરી તીર્થકર બનશે તે સમયે તું તેને ગણધર થઇશ. અને તમે બન્ને મોક્ષે જશો લક્ષ્મણને જીવ અનેક ગતિ કરી રત્નચિત્રા નગરીમાં ચકવતી થઈ તીર્થકર બની મક્ષ પદ પામશે.”
રામ બળભદ્ર કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પચીસ વર્ષ પૃથ્વી ઉપર વિચરી ભવ્ય જીને બેધ કરી એક્ષપદ પામ્યા.
વિભાગ પાંચમ (૧) તીર્થકર ચરિત્ર-શ્રી નેમિનાથ થીપાર્શ્વનાથ સુધી (૨) કૃષ્ણ વાસુદેવ, બળભદ્ર રામ અને પ્રતિવા સુદેવ
જરા સંઘ ચરિત્ર (૩) વસુદેવ ચરિત્ર