________________
૨૫૧
ખાઈ મેહથી ગમે તેમ બોલતા. કેઈવાર લક્ષ્મણના શબને સ્નાન ગૃહમાં લાવી રામ પોતાની મેળે સ્નાન કરાવતા પછી સ્વહસ્તે ચંદનનું વિલેપન કરતા. કેઈ વાર ભજન મંગાવી, ભેજનથી પાત્ર પુરીને તેલક્ષ્મણના શબની પાસે મૂકતા. કોઈ વાર પોતાના ઉત્કંગમાં લઈ તેના મુખ પર વારંવાર ચુંબન કરતા. કોઇવાર વસ્ત્ર ઓઢાડી શૈય્યા પર સુવાડતા. કોઈવાર પિતે લાવીને પોતે જ પ્રત્યુત્તર આપતા. આ પ્રમાણે નેહમાં ઉન્મત્તપણે બીજું સર્વ કામ ભૂલી જઈને વિકળપણાથી ચેષ્ટા કરતા છ માસ પસાર થયા. રામ આવા ઉન્મત્ત થઈ ગયા છે એ વાત અવધિજ્ઞાનથી જાણું એક મિત્રદેવા રામને બોધ કરવા ત્યાં આવ્યું. મનુષ્યનું રૂપ ધારણ કરી, પિતાના રકંધ ઉપર એક સ્ત્રીનું શબ લઈ, દેવ રામની પાસે થઈને નીકળે તે જોઈ રામ બોલ્યા, “આ સ્ત્રીના શબને અંધ ઉપર વહન કરે કરે છે તેથી તું ઉન્મત્ત થયું હોય એમ લાગે છે.” દેવ .
અરે ! તમે આવું અમંગળ કેમ બોલે છે ? આ મારી પ્રિય પત્ની તે જીવતી છે. પણ તમે આ શબને કેમ વહન કરે છે ! જો મેં વહન કરેલી મારી પત્નીને તમે મરેલી માને છે તે તમારા રકન્ડ ઉપર રાખેલા મૃતક પુરૂષને મલે કેમ નથી જાણતા !” આથી રામને ચેતના પ્રાપ્ત થઈ એટલે તેણે તત્કાળ વિચાર્યું,
ખરેખર આ મારો અનુજ બંધુ લક્ષ્મણ જીવતો નથી મરણ જ પામે છે.”
રામની દીક્ષા પછી રામે અનુજ બંધુ લમણનું મૃતકાર્ય કર્યું અને દીક્ષા લેવાની ઈચ્છાથી શત્રનને રાજય સ્વીકારવા કહ્યું. પણ શત્રુને દીક્ષા લેવાની ઈચ્છા દર્શાવી એટલે લવણના પુત્ર અનંગદેવને રાજ્ય આપ્યું અને સુવ્રત નામના મહામુનિ પાસે દીક્ષા લીધી. જયારે