________________
૨૪૯,
તેમને યુદ્ધ માટે તયાર થતા સાંભળી લવણઅંકુશ બોલ્યા, તેઓની સાથે કોણ યુદ્ધ કરે છે કારણ કે ભાઈઓ અવધ્ય છે. જેમ મારા પિતામાં મોટાને કે નાનાને કશો ભેદ નથી. તેમ તેના પુત્રો -શ્રીધરાહિ અને અમે તેમાં પણ ભેદ થાઓ નહિ.” આવાં તેમનાં વચને બાતમીદારો પાસેથી જાણીને લક્ષ્મણના પુત્રો, પિતે આવા અકૃત્યને આરંભ કર્યો તેને માટે પોતાના આત્માને નિંદવા લાગ્યા અને તત્કાળ વૈરાગ્ય પામી માતા પિતાની આજ્ઞા લઈ તેઓએ મહાબલમુનિના ચરણકમળમાં જઈ દીક્ષા લીધી. પછી અનંગલવણ અને મદનાંકુશ તે કન્યાઓને પરણી રામલક્ષ્મણ સાથે અધ્યા આવ્યા. લમણના પુત્રોએ લીધેલી દીક્ષા
હનુમાનની દીક્ષા અને એક્ષપ્રાપ્તિ અન્યદા મૈત્રી પૂર્ણિમાએ, શાશ્વતા ચિત્યની વંદના કરવા માટે હનુમાન મેરૂ પર્વત ગયે હતો. ત્યાં તેણે સૂર્યને અરત થતા છે. તે જોઈ તેને વિચાર આવ્યો, “આ જગતમાં સર્વને ઉદય અને અરત થયા કરે છે. સૂર્ય આ બાબતનું પ્રત્યક્ષ દષ્ટાંત છે. માટે જેમાં સર્વ નાશવન્ત છે એવા આ જગતને ધિક્કાર છે આવો વિચાર કરી હનુમાને પોતાના નગરમાં જઈ પુત્રને રાજય આપી ધર્મરત્ન આચાર્ય પાસે દીક્ષા લીધી તેની સાથે સાડા સાતસો રાજાઓએ દીક્ષા લીધી અનુક્રમે હનુમાન મુનિ, ધ્યાન રૂ૫ અગ્નિથી સર્વ કર્મોને મૂળમાંથી બાળી નાખી, શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરી, મોક્ષપદ પામ્યા.
લક્ષ્મણનું મૃત્યુ હનુમાને દીક્ષા લીધી એ ખબર જાણી રામ વિચારવા લાગ્યા, ભોગ સુખને ત્યાગ કરી હનુમાને કષ્ટકારી દીક્ષા કેમ લીધી