________________
૨૪૦
આલેખ ! '' જ શોચાના આગ્રહથી સીતાએ રાવણના બે ચરણ આલેખ્યા. તે સમયે અકસ્માત રામ ત્યાં આવી ચડયા એટલે તત્કાળ શોકો બોલી ઊઠી, “સ્વામી ! જીગ્મા તમારી સીતા અદ્યાપિ રાવણને સ`મારે છે. જીઆ, આ સીતાએ પેાતે રાવણના બે ચરણ આલેખ્યા છે. હજી સીતા તેની જ ઇચ્છા કરે છે તે આપ ધ્યાનમાં રાખજો, “ તે જોઇ તથા સાંભળી રામેગ ંભીરપણે માટું મન રાખ્યું અને સીતાથી ન જણાય તેમ ત્યાંથી તત્કાળ પાછા વળી ગયા. શોકાએ આ વાત દાસીએ દ્વારા લાકામાં વહેતી મૂકી અને લેા અપવાદ બાલવા લાગ્યા.
''
લેાકાપવાદ
એક વખત રામને મળવા કેટલાક અધિકારીએ આવ્યા. અને નમન કરી ઊભા રહ્યા. રામે કહ્યું, ‘તમારે શુ... કામ છે? જે ઢાય તે જણાવેા.’ અધિકારીઓ બાલી શકતા નથી અને કઠે આવેલા શબ્દો પાછા હૃદયમાં ઉતારી જાય છે. તેમને રામે કહ્યું, ‘ હૈ નગરીના મહાન અધિકારી! તમારે જે કહેવાનું ઢાય તે કહેા. મારા તરફથી તમને ઉપદ્રવ થશે નહિ.' રામના અભય વચનથી નિશ્ચિત થઇ વિજય નામના મુખ્ય અધિકારી બેલ્યા, “ લોકા કહે છે. ‘રતિ ક્રીડા કરવાની ઈચ્છાવાળા રાવણે સીતાનું હરણ કરીને તેને પાતાના ઘરમાં એકલાં રાખ્યા. સીતા તેના ઘરમાં લાંબા કાળ સુધી રહ્યા. સીતા રક્ત હૈાય કે વિરક્ત ઢાય, પણ સ્ત્રીમાં લાલુપ એવા રાવણ તેને સમજાવીને અથવા બળાત્કારે ભાગથી દુષિત કર્યાં વગર રહે નહિ. તે માયાવી પિશાચ આગળ અબળા સીતાનું શું ગજું ? આપણે પ્રજા છીએ એટલે બહુ બાલાય નહિ. રામને સીતા ઉપર ભલે ભરાસા રહ્યો. આપણે તેા આવી રીતે સ્ત્રી ઉપર ભરાસા ન રાખી શકીએ.” રામને અધિકારીઓના વચન સાંભળી વિવિધ