________________
૨૪૪ યુદ્ધમાં બન્ને ભાઇઓનું પરાક્રમ જોઈ પૃથુરાજાએ તરત જ પોતાની કન્યા કનમાળા અંકુશ સાથે પરણાવી. પછી નારદ પાસેથી લવણ અંકુશને વંશ જાણું પૃથુરાજા અત્યંત હર્ષ પામ્યો. લવણ અંકુશની રામ લક્ષમણ સાથે યુદ્ધ કરવાની ઈચ્છા
લવણ અંકુશ રામ લક્ષ્મણને પરચો બતાવવા માગતા હતા. આ વાત તેમણે વજી અંધ તથા સીતાને કરી. વાજપે સંમતિ આપી. સીતાએ પિતા તથા કાકા સાથે યુદ્ધ કરવાની ના પાડી, છતાં બન્ને પરાક્રમી પુત્રો ન અટક્યા અને સૈન્ય સાથે કુચ આરંભી અયોધ્યા પહોંચી તેમણે રામ લક્ષ્મણના સૌન્યની સારી એવી ખુવારી કરી. આથી રામ લક્ષ્મણ જાતે યુદ્ધ કરવા આવ્યા. લવણ અંકુશ રામ લક્ષ્મણને ઓળખતા હેવાથી સંભાળીને એમની સાથે ખેલવા લાગ્યા. પરંતુ રામ લક્ષ્મણ સંબંધને જાણતા ન હોવાથી નિરંકુશતાથી યુદ્ધ ખેલવા લાગ્યા. રામે વજાવ ધનુષ્ય આદિ સર્વ અમોઘ શસ્ત્રો ફેકી જેયાં પરંતુ બધાં જ શસ્ત્રો પાછા આવ્યાં લક્ષ્મણનાં પણ બધાં જ શસ્ત્રો નિષ્ફળ નીવડયાં. અંકુશે એક બાણ લક્ષ્મણને માર્યું; આથી લમણુ મૂર્જી ખાઈ જમીન પર ઢળી પડ્યો. ભાનમાં આવતાં લક્ષ્મણ ફરી વખત અંકુશની સામે લડવા આવ્યો અને વાસુદેવનું ચક્ર અંકુશ તરફ ફેકયુ. પરંતુ તે ચક અંકુશની પ્રદક્ષિણા કરી લક્ષમણ તરફ પાછું વળ્યું. બીજી વખત ફેક્યું તે પણ એમજ બન્યું. રામ અને લક્ષ્મણ આથી વિમાસણમાં પડી ગયા. એટલામાં નારદ ત્યાં આવી પહોંચ્યા અને રામ લક્ષ્મણને લવણ અંકુશને પરિચય આપ્યો એટલે રામ લક્ષ્મણની સાથે લવણુંકશની પાસે જવા ચાલ્યા. તેમને આવતા જોઈ લવણાંકશ તત્કાળ રથમાંથી ઉતરી સર્વ અસ્ત્રો ત્યજી દઈ રામ લક્ષ્મણના ચરણમાં પડયા. તેમને આલિંગન કરી ઉત્કંગ