________________
ર૪૩
બીજી તરફ કૃતાંતવદન સેનાની અયોધ્યામાં આવ્યું. તેણે રામચંદ્ર પાસે જઈ કહ્યું. સીતાએ તમને આ મતલબને સંદેશો કહેવડાવ્યો છે કે “નીતિશાસ્ત્રમાં, સ્મૃતિમાં કે કોઈ દેશમાં એ આચાર હશે કે એક પક્ષના કહલા દોષથી બીજા પક્ષને પૂછયા સિવાય શિક્ષા થાય? તમે સદા વિચારીને કાર્ય કરનારા છો, છતાં આ કાર્ય વિચાર્યા વગર ક્યું. છે, પણ તેમાં હું મારા ભાગ્યનો જ દોષ માનું છું તમે તે સદા નિર્દોષ જ છે, પરંતુ નિર્દોષ છતાં જેવી રીતે દુર્જનના વચનથી તમે મારે ત્યાગ કર્યો તેવી રીતે હવે મિથ્યા દષ્ટિના વચનથી જન ધર્મને ત્યાગ કરશો નહિ.
રામે કરેલી સીતાની નિષ્ફળ શોધ સીતાને સંદેશ સાંભળી રામને ઘણું જ પશ્ચાત્તાપ થે. લેકના કહેવાથી સીતાને ત્યાગ કર્યો એ વિચારથી ખેદ પામીને, અને મંત્રીઓ તથા સ્વજનેના આગ્રહથી વિમાનમાં બેસી રામ સીતાની શોધ કરવા નીકળી પડ્યા. દુખી હૃદયે એમણે એકે એક સ્થાન જોયું પણ સીતાને પત્તો ક્યાંય લાગ્યો નહિ. સીતા જરૂર મરણ પામ્યાં હશે એમ માની નિરાશ થઈ તેઓ અયોધ્યા પાછા ફર્યા.
વજ જંઘ રાજાને ઘેર સીતાએ યુગલ પુત્રને જન્મ આપ્યો. તેમના અનંગલવણ અને મદનાંકુશ એવાં નામ પાડયાં કાળક્રમે બન્ને ભાઈઓ યુવાન વય પામ્યા અને સિદ્ધાર્થ નામના એક સિદ્ધ પુરૂષ પાસેથી વિદ્યા મેળવી સર્વ કળા વિશારદ બન્યા, વજાજ છે પિતાની પુત્રી શશિચૂલા અને બીજી કન્યાઓ લવણને પરણાવી. મદનાંકુશ માટે પૃથ્વીપુરના રાજા પૃથુની પુત્રી કનકમાલાની માગણી કરી. પણ એ કુમારેને વંશ નહિ જાણવાથી પૃથુ રાજાએ એ માગણી સ્વીકારી નહિ એટલે લવણુ અને અંકુશ યુદ્ધ કરવા ગયા.