________________
૨૪૧
વિચાર આવ્યા. પણ તે સર્વ મનમાં સમાવી અધિકારીઓને કહ્યું,
હું લેકાના અપવાદ દુર કરીશ અને સ્ત્રીની ખાતર કુળની કીતિને ઝાંખપ નહિ લાગવા દઉં.” અધિકારીઓ વિદાય થયા. રામ વેશપલટો કરી ઠેર ઠેર ફર્યા. તેમણે પણ લેકોને મઢે સાંભળ્યું. “રામ સીતાના રાગી છે તેથી તેના માન્યામાં આવતું નથી બાકી વિષયી રાવણના ઘરમાં સીતા લાંબો વખત રહ્યા છતાં પવિત્ર રહે એ કેમ બની શકે? અને આટલા વખત રાવણને ઘરમાં રહેલી સીતાને પવિત્ર માની ફરી ઘરમાં રાખનાર રામ સિવાય બીજો કોણ રાગી જડે ?” રામે પછી બીજા બાતમીદારે મોકલ્યા. તેઓએ પણ ઉપર પ્રમાણે કાપવાદ કહ્યા.
રામની સ્થિતિ વિષમ બની. તે જાણતા હતા કે સીતા નિષ્કલંક છે. પણ લોકાપવાદ આગળ શું કરવું તે તેમને સૂઝયું નહિ. ઘડીકે તેમને લોકાપવાદને તરછોડવાની વૃત્તિ જાગી. તો ઘડીક સીતાના ત્યાગની વૃત્તિ જાગી. અંતે લોકાપવાદથી રામ મહાત થયા અને સંમેત શિખરની યાત્રાનું બહાનું કાઢી, સીતાને રથમાં બેસાડી, જંગલમાં મૂકી આવવાનું કામ સેનાપતિ કૃતાંતવદનને સયું. આ વાત લમણે જાણી ત્યારે તેણે રામને કહ્યું, “લકાના કહેવા ઉપરથી સીતાનો ત્યાગ કરશો નહિ, કેમ કે લોકો તો ગમે તેમ બોલે, કોઈ તેમના મુખ બંધાતાં નથી સારા રાજયમાં પણ લોટે રાજાના દોષ શોધે છે, તેથી રાજાએ તેમને શિક્ષા કરવી જોઈએ. શિક્ષા કરવી ઉચિત ન લાગે તે રાજાએ તેમની ઉપેક્ષા કરવી.” રામે કહ્યું, “હું પણ જાણું છું કે સીતા શુદ્ધ છે. છતાં રાજવીએ લેકવિરૂદ્ધને ત્યાગ કરવો જોઈએ.” લક્ષમણ રડતા રહ્યા આ બાજુ કૃતાંતવદન સીતાને રથમાં બેસાડી મધ્ય જંગલમાં લઈ ગયે. મધ્ય જંગલમાં રથ ઊભે રાખી નીચે ઉતરી