________________
ર૩૮
રામસીતાનું મિલન બિભીષને મળેલું લંકાનું રાજ
પછી રામે મુનિને નમસ્કાર કરી લમણ સહિત લંકામાં પ્રવેશ કર્યો અને તે પ્રથમ સીતાને મળે. વિદ્યાધરે હર્ષથી બેલી ઊઠયા, “મહાસતી સીતાને જય ! લક્ષ્મણ વગેરે સીતાને પગે લાગ્યા. પછી રામ ભુવનાલંકાર નામના હાથી પર બેસી રાવણના મંદિરમાં આવ્યા અને શાતિનાથ પ્રભુની પૂજા કરી. પછી આપેલ વચન પ્રમાણે રામે લંકાના રાજય ઉપર બિભીષણને અભિષેક કર્યો રામે લંકામાં છ વર્ષ વીતાવ્યાં. તે અરસામાં વિન્ટયરલ ઉપર ઈન્દ્રજિત અને મેઘવાહન મેક્ષ પામ્યા તેથી તે સ્થળ મેઘરથ નામનું તીર્થ થયું અને નર્મદા નદીના કાંઠે કુંભકર્ણ મેક્ષે ગયા તેથી તે પૃષ્ટ રક્ષિત નામે તીર્થ થયું.
અધ્યામાં રામલક્ષ્મણની માતાઓ પુત્રના સમાચાર નહિ મળવાથી દુઃખી થઈ જીવન પસાર કરતી હતી, તેવામાં અકસ્માત નારદ ત્યાં આવી ચડ્યા અને માતાઓને પૂછયું, “તમે કેમ દુઃખી છો ?” કૌશલ્યાએ કહ્યું, “રામ લંકા ગયા છે. રાવણે શક્તિથી લક્ષ્મણને પ્રહાર કર્યો છે. તે શક્તિનું શલ્ય દૂર કરવા વિશલ્યા ને
ત્યાં લઈ ગયા. ત્યાર પછી લક્ષમણ જીવ્યા કે નહિ તે અમે જાણતા નથી.” નારદે કહ્યું, “તમારા પુત્રની પાસે હું જઈશ અને તેઓને અહીં લઈ આવીશ.” પછી નારદ લંકામાં આવ્યા અને રામ, લક્ષમણને તેમની માતાઓ દુઃખી થાય છે તે જણાવ્યું રામ, લક્ષ્મણ જાનકી વગેરે પરિવાર સાથે અયોધ્યા આવ્યા. ભારત અને શત્રુને તેમનું હાર્દિક સ્વાગત કર્યું. રામ, લક્ષમણ અને જાનકી માતાઓ અને સ્વજનને મળ્યા અને આશીર્વાદ મેળવ્યા. ભરતે રામના આગમનને અયોધ્યામાં માટે ઉત્સવ કર્યો.
અન્યદા ભરતે અને કેયીએ દીક્ષા લીધી અને રૂડી રીતે