________________
૨૩૩
મેદાનમાં બહાર પડ્યો અને વાનરેને સંહાર કરવા માંડશે. વાનરેએ પણ કુંભકર્ણના રથ, હાથી, અને અશ્વોને સંહાર કરવા માંડ્યો. કુંભકર્ણ ગદા લઈ સુગ્રીવની સામે ધર્યો અને ગદાના એક જ પ્રહારે એણે સુગ્રીવના રથના ચુર ચુરા કરી નાખ્યા. સુગ્રીવના વિઘુ ત અગ્નથી કુંભકર્ણ મૂછિત થઈ પૃથ્વી પર ઢળી પડયો. પરંતુ થોડી વારમાં તે તુરત જ બેઠે થે અને હનુમાનને ગદા મારી, મૂર્શિત કરી બગલમાં લઈ નાસવા લાગે. હનુમાન અને સુગ્રીવની મુક્તિ
એટલામાં અંગદ હનુમાનને બગલમાં નાખી લઈ જતા કેમકર્ણની સાથે યુદ્ધ કરવા લાગ્યો. અંગદનો પ્રતિકાર કરવા માટે જે કુંભણે પિતાના હાથ ઊંચે કર્યો કે તરત જ હનુમાન તેની બગલમાંથી છટકી ગયે. આ બાજુ બિભીષણ ઈન્દ્રજિત અને મેઘવાહન સાથે યુદ્ધ કરવા આવે, પણ પોતાના કાકાને યુદ્ધ કરવા આવતા જોઈ ઇન્દ્રજિત તથા મેઘવાહને સુગ્રીવ તથા ભામંડળને ત્યાંજ મુક્ત ક્ય કારણકે કાકાની સાથે યુદ્ધ કરવું એ પિતાની સામે યુદ્ધ કરવા બરાબર છે એમ એ ભાઈઓ માનતા. રાવણ સામે યુદ્ધ માટે બિભીષણુનું આગમન-રાવણ
અને બિભીષણ વચ્ચે સંવાદ ત્રીજે દિવસે પરાભવ પામતાં પોતાના લશ્કરને જોઈ રાવણ પોતે યુદ્ધમાં ઉતર્યો. રાવણની આગળ કપિવીરેમને એક પણ ટકી શક્યો નહિ. તેથી તેની સાથે યુદ્ધ કરવા આવેલા રામને વિનયથી રોકીને બિભીષણ રાવણ સામે આવ્યો. તેને જોઈને રાવણ બેલ્યા, “અરે બિભીષણ! તું કેમને આશ્રયે ગયો છે કે જેણે આ રણ વિષે ક્રોધ પામેલા મારા મુખમાં પ્રથમ ગ્રાસની પેઠે તને નાખી દીધો ? હજી તારી ઉપર મારો નેહ છે. માટે તું જલદી ચાલ્યો જા. આજે હું એ રામ લક્ષ્મણને સૈન્ય સહિત મારી નાખીશ