________________
૨૩૪ તેથી તે મરનારાઓની અંદર તું સંખ્યા પૂરનાર થી નહિ. તું ખુશીથી સ્વસ્થાને ચાલ્યો જા.” રાવણનાં આવાં વચન સાંભળી બિભીષણ બે, “રામ યમરાજની પેઠે કોધ કરીને તારા ઉપર આવતા હતા, પણ મેં જ તેમને અટકાવ્યા છે અને યુદ્ધને બાને તને બંધ કરવા માટે હું અહીં આવ્યો છું, માટે હજી પણ તું સીતાને છોડી દે. હું મૃત્યુના ભયથી કે રાજયના લેભથી રામની પાસે આવ્યો નથી પણ માત્ર અપવાદના ભયથી જ આવ્યો છું, તેથી જો તું સીતાને પાછી અર્પણ કરી તે અપવાદ ટાળી નાંખે તે હું રામને છોડીને તરતજ તારે આશ્રયે આવું. તેના આવાં વચન સાંભળી રાવણ ક્રોધથી બેલ્યા, “તું મને બીવરાવે છે? મેં તે માત્ર બ્રાહત્યાના ભયથી જ તને આ પ્રમાણે કહ્યું હતું, - બીજે કઈ હેતુ ન હતો. આવી રીતે કહીને રાવણે તરતજ ધનુષ્યનું આસ્ફાલન કર્યું. બિભીષણે જવાબ આયે, “મેં પણ બ્રાતૃહત્યાના ભયથી જ આ પ્રમાણે કહેલું છે. મારે પણ બીજે કઈ હેતુ નથી” એમ કહી બિભીષણે પણ ધનુષ્યનું આસ્ફાલન કર્યું. પછી બન્ને ભાઈઓ ઉધતપણે યુદ્ધ કરવા લાગ્યા.
રામ અને લક્ષ્મણની સાથે ઈદ્રાજત અને કુંભકર્ણ યુદ્ધ કરી સામનો કર્યો પણ થોડી જ વારમાં તેઓ નાગપાશથી બંધાઈ ગયા અને રામની આજ્ઞાથી તેમને છાવણીમાં લઈ જવામાં આવ્યા. રાવણ પિતાના મહાસુભટોને પરાભવ દેખી ધુંધવા અને અમેધવિજ્યા નામની શક્તિ હાથમાં લઈ બિભીષણને કહેવા લાગ્યું કે “બ્રાતૃદ્રોહન ફળ તને હમણાં જ આપું છું. રામે આ વખતે લક્ષ્મણને કહ્યું, “બિભીષણ આપણે અતિથિ છે. તે મરણ પામે તેમાં આપણું શોભા નથી આથી લક્ષ્મણ વચ્ચે આવે. રાવણે લક્ષ્મણ ઉપર અમેધ વિજયાશક્તિ ફેંકી. લક્ષ્મણ મૂચ્છ ખાઈ ભૂમિ ઉપર પડ રામ અને સીતાને જયારે આ સમાચાર મળ્યા ત્યારે તેઓ દુઃખી