________________
૨૨૭ અને તે સીતાને લંકા લઈ ગયું છે. સુગ્રીવ પાસેથી આ વાત લક્ષમણે સાંભળી એટલે તેણે રાવણને મારી સીતાને પાછી લઈ આવવાની પ્રતિજ્ઞા લીધી. સુગ્રીવ અને બીજા વિદ્યાધરેએ લમણને કહ્યું, “જ્ઞાનીનું વચન છે કે જે કેટિશિલા ઉપાડે તે વાસુદેવ બની પ્રતિવાસુદેવને પરાભવ કરશે માટે આપ કાટિશિલા ઉપાડે.” પછી લક્ષ્મણે કટિશિલા ઉપાડી તેથી વિદ્યાધર બેલ્યા, “લકોને રંજાડનાર રાવણને પરાભવ તમારા હાથે જ નિર્માયે છે.” પછી સૌ રામને કહેવા લાગ્યા કે રાવણની સાથે યુદ્ધ જાહેર કરે. પરંતુ યુદ્ધ ક્ય વગર કામ પાર પડતું હોય તો યુદ્ધ ન જ કરવું એવું નક્કી કરી રામે હનુમાનને દૂત તરીકે રાવણ પાસે મોકલ્યો અને રાવણને જવાબ લઈ તથા સીતાની સ્થિતિ જોઈ તરત પાછા ફરવાની સૂચના આપી.
હનુમાનના પરાક્રમે મહેન્દ્ર રામનો પરાભવ
વડીલે ના આશીર્વાદ લઈ વાયુપુત્ર હનુમાન લંકા તરફ રવાના . લંકા તરફ ઊડતાં ઊડતાં વાયુપુત્ર માતામહ મહેન્દ્ર રાજાના રાજયમાં આવ્યો. પિતાની માતા અંજનાને સંકટના સમયે નહિ સંધરનાર મહેન્દ્ર પર હનુમાનને કોધ ચડ્યો અને તેણે રાજા મહેન્દ્ર સાથે યુદ્ધ જાહેર કર્યું. મહેન્દ્ર અને હનુમાન વચ્ચે ખૂનખાર જંગ ખેલા. મહેન્દ્ર અને તેને પુત્ર પ્રસન્નકીર્તિ કેદ પકડાયા. પછી હનુમાને મહેન્દ્ર રાજાને નમીને કહ્યું, “હું અંજનાને પુત્ર અને તમારો ભાણેજ છું. રામની આજ્ઞાથી સીતાની શોધ કરવા લંકા તરફ જતા માર્ગમાં અહીં આવતાં મારી માતાને તમે કાઢી મુકેલ તે મને સાંભરી આવ્યું. તેથી કોધ ઉત્પન્ન થવાને લીધે મેં તમારી સાથે યુદ્ધ જાહેર કર્યું છે તે ક્ષમા કરશે. હવે હું સ્વામીના કાર્ય