________________
૨૨૮
માટે જાઉં છું. તમે મારા સ્વામી રામની પાસે જાઓ મહેન્દ્ર ભાણેજને આલિંગન દઈ કહ્યું, “પ્રથમ લેકેના મુખથી તારા પરાક્રમની વાત સાંભળી હતી. આજે ભાગ્યેયેગે તું પરાક્રમી ભાણેજ અમારા જોવામાં આવ્યું છે. હવે તું શીધ્ર સ્વામીના કાર્ય માટે જા. તારું માર્ગમાં કુશળ થાઓ.” આ પ્રમાણે કહી મહેન્દ્ર રાજા પોતાના સૈન્ય સહિત રામ પાસે ગયા અને હનુમાન લંકા તરફ જવા ઉપડે. મહેન્દ્ર તથા ગંધર્વરાજનું રામ પાસે આગમન
રસ્તામાં દધિમુખ નામને દ્વીપ આવ્યું. ત્યાં બે મુનિઓ અને ત્રણ કુમારિકાઓ ધ્યાન ધરતી હતી. એટલામાં અચાનક દાવાનળ સળગ્યો. આથી હનુમાને તરત જ સાગરમાંથી જળ લાવી દાવાનળ એલવી મુનિ તથા કન્યાઓને બચાવી લીધાં. પૂછપરછ કરતાં હનુમાનને માલુમ પડયું કે તેઓ તથા તેમના પિતા સાહસગતિ વિદ્યાધરના વધ કરનારની શોધમાં હતાં એટલે તેણે જણાવ્યું કે સાહસગતિ વિદ્યાધરને વધ કરનાર રામ છે. કન્યાઓએ તેમના પિતા પાસે જઈ આ વાત કહી એટલે ગંધર્વરાજ ત્રણ કન્યાઓ લઈ રામની પાસે ગયે. લંકાસુંદરી અને હનુમાનનાં લગ્ન
આ બાજુ હનુમાન લંકા પહોંચ્યો અને લંકાને કિલ્લે તેડી દ્વારપાળને વધ કર્યો. આથી લંકા સુંદરી નામની દ્વારપાળની પુત્રી હનુમાન સાથે યુદ્ધ કરવા આવી. લંકાસુંદરીના સર્વ શસ્ત્રો હનુમાને નિષ્ફળ બનાવ્યા. હનુમાનના આ પરાક્રમથી લંકા સુંદરી હનુમાન પર મેહિત થઈ અને તેણે હનુમાનને પિતાની સાથે પરણવા વિનંતી કરી. હનુમાને લંકાસુદરીની વિનંતી માન્ય રાખી તેની સાથે લગ્ન કર્યા.