________________
અશોક વનમાં હનુમાન - બીજે દિવસે હનુમાન બિભીષણને ઘેર ગયે. બિભીષણે સત્કાર કરીને હનુમાનને આવવાનું કારણ પૂછયું એટલે હનુમાને કહ્યું, “તમે રાવણના બંધુ છો, તેથી શુભ પરિણામને વિચાર કરીને તેણે હરણ કરેલી રામની પત્ની સતી સીતાને તેની પાસેથી છોડાવે બિભીષણ બોલ્યા, “તમે બરાબર કહે છે. પ્રથમથી સીતાને છોડી દેવા મેં મારા વડીલ બંધુને કહ્યું હતું અને ફરીવાર પણ કહીશ.” પછી હનુમાન ત્યાંથી ઊડીને અશોક વનમાં રહેલી સીતા પાસે ગયેસીતાની આંખમાંથી ટપક ટપક આંસુ વહી રહ્યાં હતાં. હનુમાને ઝાડ ઉપર રહી પોતાની જાતને છુપાવી રામે આપેલી મુદ્રિકા સીતાના ખોળામાં ફેંકી. રામની મુદ્રિકા જઈ સીતા આનંદમાં આવી ગઈ. સીતાને આનંદિત જઈ તેની ચોકી કરતી એક રાક્ષસીએ એ વાત રાવણને કરી. રાવણે સીતાને સમજાવવા મંદોદરીને તેની પાસે મોકલી પણ મદદરીને તેના કાર્યમાં સફળતા મળી નહિ.
મદદરીના ગયા પછી હનુમાન સીતા પાસે આવ્યા અને કહ્યું, “હે માતા ? તમારી શેધ કરવા રામની આજ્ઞાથી હું આવેલે છું. તમારા વિયેગથી રામ રાત દિવસ પરિતાપ પામ્યા કરે છે. મેં જ તમારા ખોળામાં રામની મુદ્રિકા ફેંકી હતી જેથી આપને વિશ્વાસ આવે કે હું રામને જ દૂત છું. મારે તમારી પાસેથી ચૂડામણિ લેતા જવાનું છે જેથી રામચંદ્રને ખાત્રી થાય કે હું આપને મળ્યો છું.” પછી રામના સમાચારથી હર્ષ પામી. હનુમાનના આગ્રહથી એકવીશ અહેરાત્રિને અન્ત, સીતાએ તે દિવસે ભોજન કર્યું. પછી સીતાબેલ્યાં, “આ મારે ચૂડામણિનિશાની લઈ તું સત્વર અહીંથી ચાલ્યો જા. અહીં વધારે વખત રહેવાથી તેને ઉપદ્રવ થશે.”