________________
૨૨૪
અત્રે શાથી થયું ?” રામે કહ્યું. “તેં સિંહનાદ કર્યો તેથી હું આવ્યો છું” લક્ષ્મણે કહ્યું, “મેં સિંહનાદ ક્યો નથી. જરૂર કોઈ માયાવી પુરુષે સીતાનું હરણ કરવા એ સિંહનાદ કર્યો હે જોઈએ. માટે આપ હવે પાછા જાવ. ત્યાં સીતાજી એકલાં છે.”
લક્ષમણના આવા વચન સાંભળી રામચંદ્ર સત્વર પોતાના સ્થાનક પહોંચ્યા. ત્યાં જાનકી જોવામાં આવ્યાં નહિ તેથી તત્કાળ મૂછ ખાઈને તે પૃથ્વી પર પડી ગયા. થોડી વારે સંજ્ઞા આવવાથી બેઠા થઈને જોયું તે ત્યાં મરણમુખ થયેલા જટાયુ પક્ષીને તેમણે જોયો. રામે જટાયુને નવકાર મંત્ર સંભળા. નવકાર મંત્રના પ્રભાવે જટાયુ મરીને દેવતા થ.
રણભૂમિ પર લક્ષ્મણે ખરના ભાઈ ત્રિરાશીને વધ કર્યો. તે વખતે પાતાળ લંકાના રાજા ચંદ્રોદરને પુત્ર વિરાધ સૈન્ય લઈ ત્યાં આવી પહોંચ્યો. તેણે લક્ષ્મણને કહ્યું, “આ રાક્ષસોએ મારા પિતાને પાતાળ લેકમાંથી કાઢી મૂક્યા છે એટલા માટે તેઓ મારા શત્ર છે અંધકારનો નાશ કરવામાં સૂર્યને સહાયકારી કાણ થઈ શકે? તથાપિ આ તમારા શત્રુઓનો નાશ કરવામાં કિંચિત માત્ર સહાયકારી થવા માટે હું તૈયાર છું” લમણે હસતાં હસતાં કહ્યું, હું હમણાં જ આ શત્રુઓને મારી નાખીશ તે તું જોઈ લેજે.”
હવે ખર અને લક્ષમણ વચ્ચે દારૂણ જંગ જામ્યો. લક્ષ્મણે ખરનું માથું કાપી નાખ્યું ખરના મરણ પછી ખરનો ભાઈ લક્ષ્મણ સાથે લડવા આવે પરંતુ લક્ષ્મણે એને પણ વધ કર્યો. વિરાધે કરેલી સીતાની નિષ્ફળ શોધઃ
યુદ્ધ કરી લમણ વિરાધ સાથે રામ પાસે આવે. સીતાના હરણથી રામ બેબાકળા બની વિલાપ કરી રહ્યા હતા. લક્ષ્મણે રામને આશ્વાસન આપ્યું. વિરાધે પોતાના નિકાને સીતાની