________________
૨૧૯ આવ્યો. અને પોતે પણ વેતાળનું રૂપ લઈ બને મુનિઓને ઉપદ્રવ કરવા લાગે. તત્કાળ રામ, લક્ષ્મણ સીતાને મુનિ પાસે મૂકી, કાળ રૂ૫ થઈ તે વેતાળને મારવા ઉદ્યત થયા. તેજ વખતે તેમના પ્રહારને સહન કરવાને અસમર્થ થઈ તે દેવ ત્યાંથી પોતાના રથાનકે ચાલ્યા ગયે. આ અરસામાં બન્ને મુનિઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી વંશસ્થળનો રાજા સુરપ્રભ ત્યાં આવ્યો. તેણે રામની સેવા કરી અને એ પર્વત જતે દિવસે રામગિરિ નામે ઓળખાયે.
દંડકારણ્યની ઉત્પતિ રામચંદ્ર સુરપ્રભ રાજાની રજા લઈ ત્યાંથી ચાલ્યા અને નિર્ભય થઈને મહાપ્રચંડ એવા દંડકારણ્યમાં પ્રવેશ કર્યો. ત્યાં એક મેટા પર્વતની ગુફામાં નિવાસ કરીને તે પોતાના ઘરની જેમ સ્વરથપણે રહ્યા. એક દિવસ ત્રિગુપ્ત અને સુગુપ્ત નામના બે ચારણ મુનિ ત્યાં આવ્યા. તેઓ બે માસના ઉપવાસી હતા. સીતાએ તેમને પારણું કરાવ્યું. તે સમયે દેવતાઓએ સુગંધી જળની વૃષ્ટિ કરી. સુગંધી જળની ગંધથી તે વૃક્ષ પર રહેલ કોઈ ગીધ જાતિને રેગી પક્ષી, મૂછ ખાઈને પેલા મુનિઓના ચરણોમાં પડે. એટલે તે મુનિને પ્રાપ્ત થયેલી સ્પર્શેષધિ લબ્ધિના પ્રભાવથી, મુનિ ચરણના સ્પર્શ વડે તે તાત્કાલિક નીરોગી છે. તેના માથા પર રત્નાકરની શ્રેણ જેવી જટા દેખાઈ તેથી તે પક્ષીનું નામ જટાયું પડયું. જટાયુને પૂર્વભવ
રામે જટાયુને પૂર્વભવ પૂ. મુનિએ જણાવ્યું, “આ પક્ષી પહેલાં કુંભકારકર નગરમાં દંડક નામે રાજા હતા. તે સમયે શ્રાવસ્તીમાં જિતશત્ર રાજા હતા. તેને રદક નામે પુત્ર અને પુરંદરયશા નામે પુત્રી હતી. દંડકરાજા પુરંદરયશાને પરણ્યા. એક વખત દંડકે પાલક નામના બ્રાહ્મણ દૂતને જિત શત્રુ પાસે મોકલ્યો.