________________
૨૧૮
પરણાવશે' તે સાંભળી લક્ષ્મણે આવી ઉદ્દાષણા કરાવવાના હેતુ. વિષે એક પુરૂષને પૂછ્યું એટલે તેણે કહ્યું, “અહીં શત્રુૠમન નામે એક રાજા છે તેને જિતપદમા નામે એક કન્યા છે. તેના વરના બળની પરીક્ષા કરવા રાજાએ આવા આર્ભ કર્યાં છે, પરન્તુ તેવા વર મળતા નથી તેથી દરરોજ ઉદ્ધાષણા થયા કરે છે. “આ પ્રમાણે તે પુરૂષ પાસેથી હકીકત સાંભળી લક્ષ્મણ રાજસભામાં ગયા અને એકને બદલે પાંચ પ્રહાર સહન કર્યાં એટલે જિતપદમાએ લક્ષ્મણના કંઠમાં વરમાળા નાખી. પછી રાજા રામ વગેરેને પેાતાને ઘેર તેડી. લાન્યા. અને તેમના સત્કાર કર્યાં, તેમના સત્કાર ગ્રહણ કરી રામ ત્યાંથી ચાલ્યા, તે વખતે લક્ષ્મણે કહ્યું, “ જ્યારે હું પામ ફીશ ત્યારે તમારી કુંવરી જીતપદમા સાથે લગ્ન કરીશ.” દેવના ઉપસગમાંથી રામ લક્ષ્મણે મુનિઓને બચાવ્યા
ત્યાંથી નીકળી રામ વગેરે વંશશલ્ય નામના ગિરિના તટ ઉપર રહેલા વંશસ્થળ નામના નગર પાસે આવી પહેંચ્યા. ત્યાં રાજા અને સર્વ લાંકાને તેમણે ભયભીત સ્થિતિમાં જોયા; તેથી રામે એક પુરૂષને તેમના ભયનુ કારણ પૂછ્યુ. તે પુષે કહ્યું, “ અહીં ત્રણ દિવસથી રાત્રે આ પર્વત ઉપર ભયંકર ધ્વનિ થાય છે. તે ભયથી સર્વ નગરજન બીજે સ્થળે જઇ રાત્રિ પસાર કરે છે. અને પ્રાતઃકાળે પાછા અહીં આવે છે. એવી રીતે આ લેાકેાની મહાદુ:ખદાયી સ્થિતિ છે ” તે સાંભળી, લક્ષ્મણની પ્રેરણાથી રામ તે ગિરિ પર ચડયા. ત્યાં બે મુનિ કાઉસગ ધ્યાને રહેલા તેમના જોવામાં આવ્યા. રામ, લક્ષ્મણ અને જાનકીએ તેમને ભક્તિપૂર્વક વંદના કરી. પછી રામે વીણા વગાડવા માંડી, અને રાગથી મને હર એવું ગાયન કર્યું* અને સીતાદેવીએ અંગહારથી વિચિત્ર નૃત્ય કર્યું. રાત્રે અનેક વેતાળે ને વિકીને અનલપ્રભ નામે એક ધ્રુવ ત્યાં