________________
૨૧૧
સુધી ખેંચી તીર છેડયું. ભામડળ શરમાયો. તેણે સભાત્યાગ કર્યાં દશરથને રામના આ પરાક્રમની જાણ કરવામાં આવી અને તેમને મિથિલા આવવા આમંત્રણ પાઠવવામાં આવ્યુ. દશરથે આમંત્રણ સ્વીકાર્યુ અને તે મિથિલા આવ્યા. આ સમયે જનકના ભાઇનકે પેાતાની પુત્રી ભરતને પરણાવી. પછી દશરથ મિથિલામાંથી પરિવાર સાથે અયાધ્યા પાછા ફર્યાં.
એકદા દશરથ રાજાએ મેાટી સમૃદ્ધિથી ચૈત્ય મહાત્સવ અને શાન્તિ સ્નાત્ર કરાવ્યા. પછી રામે સ્નાત્ર જળ અંતઃપુરના અધિકારી વૃદ્ધ પુરુષની સાથે પ્રથમ પેાતાની પટ્ટરાણીને માકલ્યું અને પછી દાસીઓ દ્વારા બીજી રાણીઓને સ્નાત્ર જળ મેાકલાવ્યું યૌવન વયને લીધે શીઘ્ર ચાલનારી દાસીએએ ઉત્તાઅે આવીને બીજી રાણીને સ્નાત્રજળ પાંચાડયું એટલે તેમણે તત્કાળ તેને વંદન કર્યું. પેલા અંતઃપુરના અધિકારી વૃદ્રુપણાને લીધે મંદ મંદ ચાલતા હતા તેથી પટ્ટરાણીને સ્નાત્ર જળ તરત મળ્યુ નહી એટલે તે વિચારવા લાગી કે “રાજાએ બધી રાણીઆને જિનેન્દ્રનુ સ્નાત્ર જળ માકલ્યું અને હું પટ્ટરાણી, છતાં મને મેકલાવ્યું નાંહે; માટે મારા જેવી મઢ ભાગ્યાને જીવીને શું કરવું છે? માનના ધ્વંશ થયા છતાં જીવવુ તે મરણથી પણ વિશેષ દુઃખરૂપ છે” આ પ્રમાણે ત્રિચારી મરવાના નિશ્ચય કરી કૌશલ્યાએ અંદરના ખંડમાં જઈ વજ્ર વડે ફાંસા ખાવાના આરંભ કર્યાં તેટલામા રાા દશરથ યાં આવી ચડયા તેને તેવી સ્થિતિમાં, તેના આપઘાતના પ્રયાસથી ભય પામી રાજાએ તેને પેાતાના ઉત્સંગમાં બેસાડી પૂછ્યું, “તેં આવુ દુઃસાહસ કૈમ આરંભ્યુ છે દૈવયેાગે મારાથી તા કાંઇ તારૂં અપમાન નથી થયું? તે ગદ્ ગદ્ સ્વરે બોલી, “તમે બધી રાણીમાને જિનનાનુ જળ મેાકલાવ્યું અને મારે માટે માકલાવ્યુ નહિાં” આ પ્રમાણે તે કહેતી