________________
ર૧૪
જે કર્મ મેં કર્યું છે તેને માટે મને ક્ષમા કરે; કારણ કે તમે પણ મારા પુત્ર છો.”
રામે જવાબ આપે, “હે માતા ! હું દશરથ જેવા પિતાને પુત્ર થઈ પ્રતિજ્ઞાને કમ ભંગ કરું ? પિતાએ ભરતને રાજ્ય આપ્યું અને તેમાં હું સંમત થયે, તો અમે બંને જીવતાં એ વાણી અન્યથા કેમ થાય ? માટે અમારા બંનેના આદેશથી ભરત રાજા થાઓ.” પછી સીતાએ લાવેલા જળ વડે સર્વ સામંતની સાક્ષીએ ત્યાં જ ભરતને રાજ્યાભિષેક કર્યો. પછી કયીને પ્રણામ કરી, સર્વને અયોધ્યા તરફ વિદાય કરી, રામ દક્ષિણ દિશા તરફ ચાલ્યા.
ભરત અધ્યામાં આવે અને પિતા તથા વડીલ બંધુની આજ્ઞાથી તેણે રાજ્યભાર સ્વીકાર્યો પછી રાજા દશરથે મહામુનિ સત્ય ભૂતિ પાસે દીક્ષા લીધી.
રામ, લક્ષમણ અને જાનકી ફરતા ફરતા અવન્તીદેશમાં આવી પહોંચ્યા.
એ સમયે અવન્તીમાં સિંહદર નામે રાજા હતા. તેને વજન કર્ણ નામને એક સામંત દશાંગપુરમાં રહેતું હતું. તેણે એક મુનિના ઉપદેશથી મનમાં નક્કી કર્યું કે તીર્થકર સિવાય કોઈને નમવું નહિ. તેણે પિતાની આંગળીની વીંટીમાં તીર્થકરની પ્રતિમા રાખી હતી. સિંહેદરને આ છળ સંબંધી ખબર પડી તેણે દશાંગપુરને ઘેરે ઘાલ્ય. સિંહદરની લક્ષ્મણને હાથે હાર
રામ પણ ચાલતા ચાલતા દશાંગપુર નજીક આવી પહોંચ્યા અને તેમણે આ સઘળી હકીકત જાણી. એમણે લક્ષ્મણને દશાંગપુર મેક અને પિતે સીતાની સાથે બહાર ઉદ્યાનમાં રહ્યા વજકણે લક્ષ્મણને સારે સત્કાર કર્યો ત્યાંથી લક્ષમણ સિંહદર પાસે ગયો