________________
૧ર
હતી તેટલામાં પેલે વૃદ્ધ કંચુકી, “આ સ્નાત્રજળ રાજાએ મોકલાવ્યું છે એમ બોલતો ત્યાં આવ્યો રાજાએ કંચકીને પૂછયું, “તુ આટલે મોડે કેમ આવ્યા ?” કંચુકી બોલ્યા, “સ્વામી મેડા થવામાં મારી વૃદ્ધાવસ્થા જ કારણરૂપ છે “રાજાને લાગ્યું મારે પણ વૃદ્ધાવસ્થા મને પાંગળ કરે તે પહેલા વિશ્રેય સાધવું જોઈએ.
એવામાં ચતુર્દાની મુનિ સમવસર્યા. મુનિની દેશના તથા પિતાને પૂર્વભવ સાંભળી દશરથને વૈરાગ્ય આવ્યો. એણે બધાને બોલાવ્યા અને પોતાને વિચાર જણાવ્યો. ભરતે પિતાની સાથે દીક્ષા લેવા તૈયારી બતાવી. કૈકેયીને લાગ્યું કે તે પતિ અને પુત્ર બન્ને ગુમાવશે. તેથી તેણે દશરથ રામને કહ્યું, “મારૂં એક વરદાન તમારી પાસે લેણુ છે. હું માનું છું કે મારા પુત્ર ભરતને તમારું રાજય આપો.” રામની વનવાસ જવા માટે માગણી
ભરત આ સાંભળી ઘણે વિસ્મય પામ્ય અને રામ હોય ત્યાં સુધી પિતાથી ગાદી પર બેસાય નહિ એમ જણાવ્યું. રામે ભરતને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં તેને નિષ્ફળતા મળી. આથી રામે વિચાર્યું કે હું હઈશ ત્યાં સુધી ભારત રાજ્ય સ્વીકારશે નહિ. માટે મારે વનમાં જવું જોઈએ” રામે પિતાને વનવાસ જવાને વિચાર દશરથને જણાવ્યો. તે સાંભળી રાજા મૂછ પામ્યા.
રામ કૌશલ્યાની રજા લેવા ગયા પણ કેશિલ્યાએ જ્યારે રામના વનવાસની વાત સાંભળી ત્યારે તે મૂછ પામી. સીતા પોતાની પાસે રહેશે એ વિચારથી તે ભાનમાં આવી પણ જ્યારે સીતાએ રામની સાથે જવાની રજા માગી ત્યારે કૌશલ્યાની આંખમાંથી શ્રાવણ ભાદરે વરસવા લાગે. લક્ષ્મણ ને જયારે રામ વનમાં જાય છે