________________
૧૫ સિંહેદરે ભારતની આણ સ્વીકારી લક્ષ્મણે સિંહૈદરને વજકર્ણ સાથે સંધિ કરવા કહ્યું, પણ સિંહદરે લક્ષ્મણની વાત સ્વીકારી નહિ. તેથી બન્ને વચ્ચે યુદ્ધ થયું. લક્ષમણે પિતાના અદ્ભુત પરાક્રમથી સિંહૈદરને બાંધી લીધો અને રામ સમક્ષ ખડે કર્યો, સિંહેદરે રામને નમસ્કાર કરી માફી માગી. પછી તેણે વજકર્ણ સાથે સંધિ કરી અને ભરતની આણ માથે ચડાવી. રામે વાલિખિલ્યને છોડાવ્યો
થોડે દૂર ચાલ્યા એટલે તેઓ કલ્યાણ નામના રાજાના પ્રદેશમાં આવ્યા. અહીં રાજાના અતિથિ તરીકે તેમણે ભજન કર્યું. પછી બીજા પરિવારને છોડી કલ્યાણમાળા સ્ત્રીને સ્પષ્ટ વેશ લઈ એક મંત્રીની સાથે ત્યાં આવી. રામે તે સ્ત્રીને કહ્યું, “પુરૂષને વેશ લઈ તારા સ્ત્રી ભાવને કેમ ગોપવે છે ?” કલ્યાણમાળાએ કહ્યું, “મારા પિતા વાલિખિલ્યને મલે હરાવી પકડી ગયા તે વખતે મારા પિતાએ મને જન્મ આયે, મંત્રીઓએ વિચાર કર્યો કે પુત્રીને જન્મ થયો છે એમ જાહેર કરીશું તે બીજો કઈ ગાદી પચાવી પાડશે એટલે એમણે પુત્રને જન્મ થયો છે એમ જાહેર કર્યું. ત્યારથી હું રાજ કરું છું. પણ મારા પિતાને હજી સુધી છોડાવી શકી નથી. આપને વિનંતી કરું છું કે આપ મારા પિતાને છોડાવો.” આથી રામ, લક્ષમણ અને જાનકી મલેચ્છના દેશ ભણી ગયા અને મલેચ્છોને હરાવી વાલિખિલ્યને છોડાવ્યો.
મલેચ્છના દેશમાંથી તેઓ અરૂણ નામના નગરમાં આવ્યા ત્યાં કપિલ નામના એક ક્રોધી બ્રાહ્મણને ઘેર તેઓ રહ્યા. કપિલની પત્ની સુશર્માએ તેમને પ્રેમપૂર્વક જમાડયા એટલામાં કપિલ આવી પહોંચે. તેણે રામ લક્ષ્મણનું ભયંકર અપમાન કર્યું. લક્ષ્મણને આથી ખોટું લાગ્યું. તેણે કપિલને ગળામાંથી પકડ.