________________
૨૦૯ બલદેવ રામને જન્મ
અન્યદા અપરાજિતા પટરાણીએ રાત્રિના શેષ ભાગે બળભદ્રના જન્મને સુચવનારા હાથી, સિંહ, ચંદ્ર અને સૂર્ય એ ચાર રવપ્ન જયાં. તે વખતે કોઈ દેવ દેવલેમાંથી ચવીને અપરાજિતાની કુક્ષિ વિષે અવતર્યો. પૂર્ણ માસે અપરાજિતા માતાએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો. પ્રથમ અપત્ય રત્નના મુખકમળને દર્શનથી રાજા અતિ હર્ષ પામે. તેણે યાચકને દાન આપ્યું અને પુત્રનું નામ પદમ પાડયું. લેકમાં તે રામ એવા નામથી પ્રખ્યાત થયે. વાસુદેવ લક્ષ્મણને જન્મ
ત્યાર પછી અન્યદા રાણી સુમિત્રાએ રાત્રિનાશેષ ભાગે વાસુદેવના જન્મને સૂચવનારાં હાથી, સિંહ, સૂર્ય, ચંદ્ર અગ્નિ, લક્ષ્મી અને સમદ્ર એ સાત સ્વપ્ન જોયાં. તે સમયે એક પરમર્થિક દેવ દેવલેકમાંથી ચ્યવી સુમિત્રા દેવીની કુક્ષિ વિષે પુત્રપણે અવતર્યો. પૂર્ણ માસે સુમિત્રા માતાએ પુત્ર રત્નને જન્મ આપ્યો. તે સમયે દશરથ રાજાએ અરિહેતના સર્વનગર ચર્ચામાં રનોત્રપૂર્વક અષ્ટપ્રકારી પૂજ રચાવી અને કારાગૃહમાં પૂરેલા શત્રુઓને છોડી મૂક્યા. પિતાએ પુત્રનું નારાયણ એવું નામ પાડ્યું પણ લેકમાં તે લક્ષ્મણ એવા બીજા નામથી પ્રખ્યાત થયે. કૈકેયીએ ભરતનામના પુત્રને જન્મ આપ્યો. સુપ્રભાના પુત્રનું નામ શત્રન પાડવામાં આવ્યું. રામનું પરાક્રમ
જનકરાજાને અર્ધબર્બર દેશના પ્લેછો વારંવાર હેરાન કરતા હતા. એટલે એમની સામે યુદ્ધ કરવા તેમણે નિશ્ચય કર્યો અને પિતાના મિત્ર દશરથની મદદ માગી. દશરથે રામના આગ્રહથી રામ તથા બીજા કુંવરોને સેના સહિત મોકલ્યા. શરૂઆતમાં
૧૪