________________
૨૦૮
છૂપાવેશે ફરવા લાગ્યા.
વિભીષણ અધ્યા આવ્યા અને રાજમહેલમાં અંધકારમાં રહેલી દશથની લેયમય મૂર્તિના મતને તેણે ખડગથી છેદી નાખ્યું. તે વખતે બધા નંગરમાં કોલાહલ થઈ રહ્યો. અંતઃપુરમાં માટે આકર્દવનિ થશે. સામંત રાજાઓ અંગરક્ષક સહિત તૈયાર થઈ ને ત્યાં દોડી આવ્યા. મંત્રીઓએ રાજાની સર્વ પ્રકારનો ઉત્તર ક્રિયા કરી. દશરથ રાજાને મૃત્યુ પામેલા જાણી વિભીષણ લંકા તરફ ચાલ્યો ગયો. એકલા જનકરાજાથી કાંઈ થઈ શકે એમ નથી એવું ધારી તેણે જનકને માર્યો નહિ. કૈકેયીને વરદાન
દશરથ અને જનકરાજા છૂપાવેશમાં ફરતા ફરતા દ્રોણમુખ રાજાની બહેન કેકયીના સ્વયંવરમાં આવ્યા. કેકેયીએ દશરથને વરમાળા પહેરાવી, સ્વયંવરમાં આવેલા બધા રાજા દશરથ પર ગુસ્સે થયા. એમણે દશરથની સાથે યુદ્ધ કર્યું યુદ્ધમાં કેકેયીએ દશરથરાજાના સારથી તરીકે કામ કર્યું. દશરથે સર્વ રાજાઓનો પરાભવ કર્યો. દશરથને લાગ્યું કે આ વિજયનો સાચે યશ કેયીને ફાળે જાય છે. એની મદદ વિના આ યુદ્ધ કદાચ ન જીતી શકાયું હેત; આથી દશરથ રાજાએ કેકેયીને વરદાન માગવા કહ્યું કે પીએ કહ્યું, “સમય આવશે ત્યારે હું વરદાન માગીશ. ત્યાં સુધી એ વરદાન તમારી પાસે થાપણ રૂપે રહે ” દશરથ રાજાએ તેમ કરવા કબૂલ કર્યું.
ત્યારબાદ દશરથ રાજાએ મગધપતિને પરાજય કર્યો. એ ધ્યા જવાનું ઉચિત ન લાગવાથી તેણે મગધદેશની રાજગૃહીમાં જ રહેવાનું રાખ્યું અધ્યાથી પિતાના અંતઃપુરને પણ એણે રાજગૃહીમાં બોલાવી લીધું.