________________
૨૦૭ રાજાઓ થઈ ગયા આજ કુળમાં અનરણ્ય નામને રામ છે. તેને અનંત રથ અને દશરથ એમ બે પુત્રો હતા. અનરણ્ય પોતાના મોટા કુંવર અનંતરથ સાથે દીક્ષા લીધી અને એક માસના દશરથને ગાદીએ બેસાડયો.
અનુક્રમે દશરથ યુવાવરથા પામે. એનો કીર્તિ ચારે દિશામાં ફેલાવા લાગી. એક મહાન રાજવી તરીકે એણે નામના મેળવી. એ દર્ભસ્થળ નગરના રાજા સુકોશલની કુંવરી અપરા જિતા (કૌશલ્યા), કમળસંકુલ નગરના રાજા સુબંધુ તિલકની કુંવરી સુમિત્રા અને સુપ્રભા નામની રાજકુંવરી એમ ત્રણ સુંદર કન્યાઓ પર. રાવણના મૃત્યુની આગાહી
એક દિવસ રાવણને એક નૈમિત્તિકે જણાવ્યું “હવે પછી થનારી જનક રાજાની પુત્રી જાનકીને કારણને લીધે, દશરથ રાજાના હવે પછી થનારા પુત્રથી તમારું મૃત્યુ થશે” આ સાંભળી રાવણના નાના ભાઈ વિભીષણે દશરથ તથા જનકરાજા ને મારી નાખવાનો દઢ સંકલ્પ કર્યો પછી મોટાભાઈ રાવણના આશીર્વાદ લઈ પોતાના આ કાર્ય માટે પ્રયાણ આદર્યું. દશરથ તથા જનકનું છુપાવેશે પરિભ્રમણ
વિભીષણ દશરથ તથા જનકરાજાને મારવા જાય છે એ વાતની નારદને ખબર પડી એટલે તરત જ નારદ દશરથ રાજા પાસે આવ્યા અને દશરથને સર્વ વાતથી વાકેફ કર્યા. દશરથે પોતાના મંત્રીઓને બોલાવ્યા અને આ વિષે શું કરવું તેને તેઓ વિચાર કરવા લાગ્યા અને એમ નકકી કરવામાં આવ્યું કે દશરથ રાજાની લેપ્યમય મૂર્તિ બનાવી રાજમહેલની અંદર રાખવી ને દશરથ રાજાએ રાજયની બહાર છાનામાનાં ચાલ્યા જવું. જનક રાજાના મંત્રીઓએ પણ જનકને આવી જ શિખામણ આપી. દશરથ તથા જનક પૃથ્વી પર