________________
૨૦૩ વિવાહ પવનંજય સાથે કરવા વિચાર ક્યો.
લગ્ન પહેલાં એક વખત પવનંજય અંજનાને મળવા તેના ઉદ્યાનમાં ગયો. આ સમયે તેની એક સખી પવનંજયના વખાણ કરતી હતી અને બીજી વિધુત્રભનાં વખાણ કરતી હતી લજજાને લીધે અંજના પોતાની સખીને વિધુત્રભનાં વખાણ કરતી અટકાવતી ન હતી. આથી પવનંજયને ખેટું લાગ્યું. તે અંજનાને પરણ્યો ખરી પણ તે તેને બોલાવતા નહિ. પવનંજયનું રાવણની મદદે જવું.
આજ અરસામાં રાવણને ઇન્દ્રરાજાના દિગપાળ વરૂણની સાથે યુદ્ધમાં ઉતરવાની ફરજ પડી. વરૂણ રાજા બળવાન અને પરાક્રમી હેવાથી રાવણે વિધાધર રાજાઓની પણ મદદ માગી. પ્રહલાદ રાજાએ પુત્ર પવનંજયને રાવણની મદદ મોકલવાને નિશ્ચય ક્યો. પવનંજયે રાવણની મદદે જવાનું કબૂલ કર્યું, પણ જતી વખતે એણે અંજનાને બે મીઠા શબ્દ પણ કહ્યા નહિ અને તેને રડતી મૂકી એ વિદાય થયો.
રરતામાં એક દિવસ પવન જય એક સરોવરના કિનારે બેઠે હતો. ધરતી પર ચાંદનીને પ્રકાશ અમીધારા રેલાવી રહ્યો હતે એટલામાં પવનંજયે એક ચક્રવાકીને જોઈ. એ ચકવાથી પોતાના પતિના વિયોગથી ભયંકર કલ્પાંત કરી રહી હતી.
એ જોતાં જ પવનંજયને વિચાર આવ્યું કે, “અહે, આ દિવસ આ ચક્રવાકીએ એના પતિ સાથે કીડા કરી હશે તો પણ એ રાત્રિના પતિવિરહને સહી શકતી નથી અને ઘર કલ્પાંત કરે છે. જો એને પતિવિરહ આટલી બધી વેદના ઉત્પન્ન કરે છે તે મારી પત્ની અંજનાની શી દશા હશે ? મેં એના પ્રત્યે ઉદાસીન વૃત્તિ સેવીને માટે અપરાધ કર્યો છે. એ અપરાધ મારે એની