________________
૨૦૪: પાસે કબૂલ કરવો જ જોઈએ.” પવનય અને અંજનાસુંદરીને મેળાપ
આ વાત પવનંજયે પોતાના મિત્ર પ્રહસિતને જણાવી પછી - બંને જણ આકાશમાં ઊડીને અંજનાના મહેલમાં આવ્યા. પવનંજય અંજનાની માફી માગી. પ્રહસિત પહેરેગીર બની બહાર ઊભે રહ્યો. પવનંજય અને અંજના આનંદમાં એટલાં બધાં મગ્ન બની ગયાં કે રાત્રિના પહેરનું પણ એમને ભાન રહ્યું નહિ. પ્રહસિત પવનંજ્યને બૂમ પાડીને બોલાવે એટલે તે મહેલની બહાર આવ્યું. પવનંજયને મનમાં બીક લાગી કે જે તે પિતાના માતા પિતા કે અન્ય સગાંઓને પોતાના આગમનની જાણ કરશે તે તે લોકો તેને ધિક્કારશે. આ બીકે તે છાને માન સરોવર ભણી જતો રહ્યો.
અંજના સુંદરીને માથે આવી પડેલું દુઃખ
અંજનાસુંદરીને તે દિવસથી ચડતા દિવસ રહ્યા. સગાંવહાલાંને એ વાતની ખબર પડી. એની સાસુએ કહ્યું, “મારો પુત્ર યુદ્ધમાં છે અને તેને ગર્ભ કઈ રીતે રહ્યો ? તું વ્યભિચારિણી છે માટે મારા ઘરમાંથી બહાર નીકળ.”
પવનંજયે જતી વખતે અંજનાને પોતાના નામની સંજ્ઞાવાળી એક રત્નજડિત મુદ્રિકા આપી હતી એ મુદ્રિકા અંજનાએ બતાવી અને કહ્યું, “તમે મારા પર વિશ્વાસ રાખે. તેઓ રાત્રે અહીં આવ્યા હતા. મેં પરપુરૂષનો સંગ કર્યો નથી પણ અંજનાનું કહ્યું કેાઈએ માન્યું નહિ. રાજાના અનુચરે તેને રથમાં બેસાડી તેના પિતાના નગર મહેન્દ્રપુર નજીક મૂકી આવ્યા અંજનાની સાથે એની પ્રિય સખી વસંતતિલકા પણ હતી.