________________
૧૯૨ પ્રતિવાસુદેવ થશે એમ મને એક મુનિએ કહ્યું હતું”
એ હારમાં રહેલા નવ માણેકની અંદર તે બાળકના મુખનાં નવા પ્રતિબિંબ પડયાં તેથી રત્નપ્રવાએ એનું નામ દશમુખ રાખ્યું. અનુક્રમે કેકસીએ બિભીષણ અને કુંભકર્ણ નામના બે પુત્રો અને સુનિખા નામની પુત્રીને જન્મ આપ્યો.
રાવણ દિગ્વિજય એક દિવસ દશમુખે રાવણે) વૈશ્રવણ રાજાને વિમાનમાં જતો જે. વૈશ્રવણને જોઈને રાવણે એની માતાને પૂછયું, “આ દૈવી. વિમાનમાં ભારે ઠાઠમાઠ અને વૈભવથી આમ નિર્ભયપણે આકાશ માર્ગે જનાર આ વ્યક્તિ કોણ છે?” કેકસી બોલી, “મારી મોટી બહેન કૌશિકાને એ પુત્ર છે. વિશ્રવા નામે વિદ્યાધરોના રાજાને તે કુમાર છે અને સર્વ વિદ્યાધરોના સ્વામી ઈન્દ્ર રાજાનો એ મુખ્ય સુમટ છે. ઈન્દ્ર તારા પિતામહના જયેષ્ઠ બંધુ માળીને મારીને રાક્ષસ દ્વીપ સહિત આપણું લંકા નગરી આ શૈશ્રવણને આપી છે. ત્યારથી લ કા મેળવવાને માથે મનમાં રાખીને તારા પિતા આજ સુધી અહીં રહેલા છે. તારા પિતાના દુશ્મનનું મસ્તક કયારે ધૂળમાં જઈને પડે એજ વિચાર મને રાત દિવસ આવ્યા કરે છે. તારા જે પરાક્રમી અને બળવાન પુત્ર એની માતાનું દુઃખ ઓછું નહિ કરે તે અન્ય કોણ કરશે ?” | રાવણે જવાબ આપે, “લંકાનું ગુમાવેલું રાજ્ય હું પાછું મેળવ્યા સિવાય જંપીને બેસવાનું નથી પણ મને એક બીજે વિચાર આવે છે કે જો હું વિદ્યાઓ સાધી લઉં તે વૈશ્રવણને તુરતજ વશ કરી શકાય અને એ રીતે એને પરાજિત કરી શકાય. આ વિઘાઓ કંઈ ઘરને ખૂણે બેસીને સાધી શકાતી નથી અને એ માટે અમારે ત્રણે ભાઈઓએ કોઈ વિકટ અરણ્યમાં જઈ ઉગ્ર તપશ્ચર્યા