________________
૧૯૪ છોડાવવા વિવિધ ઉપસર્ગો કરવાની આજ્ઞા કરી. અનુચરેએ અનેક પ્રકારના બિહામણા રવરૂપ ધારણ કરી તપસ્વી બંધુઓને ડગાવવા પ્રયત્ન કર્યા; પણ એમના બધા જ પ્રયત્ન નિષ્ફળ ગયા. એમણે કેસી, રત્નવા વગેરેનાં રૂપો ધારણ કર્યા અને એ લેકે મરી ગયા હોય એવાં માયાવી દો ઊભાં કર્યા. તે પણ ત્રણે ભાઈઓ ધ્યાનમાંથી લેશ માત્ર પણ ચલિત થયા નહિ.
આ જોઈ દેવને ક્રોધ સળગી ઊઠ. એણે માયાવી વિદ્યાથી ત્રણે ભાઈઓનાં માથાઓ છેદી નાંખેલાં દેખાડયાં. રાવણનું માથું કુંભકર્ણ અને બિભીષણ આગળ મૂક્યું અને કુંભકર્ણ અને બિભીષણનાં માથાં રાવણની આગળ નાંખ્યાં.
મોટાભાઈ રાવણનું માથું જોઈને કુંભકર્ણ અને બિભીષણ ધ્યાનમાંથી સહેજ ચલિત થયા. પણ રાવણ તે પિતાના સ્થાનમાંથી લેશ માત્ર ડગે નહિ. તરતજ પ્રજ્ઞપ્તિ આદિ એક હજાર વિદ્યાઓ રાવણને પ્રાપ્ત થઈકુભકર્ણને સમૃદ્ધિ આદિ પાંચ વિધાઓ અને બિભીષણને સિદ્ધાર્થ આદિ ચાર વિદ્યાઓ સિદ્ધ થઈ.
પિલા ઉપસર્ગ કરનાર દેવે રાવણને પ્રણામ કરી માફી માગી અને પિતાના પાપના પ્રાયશ્ચિતરૂપે એણે રાવણને માટે સ્વયંપ્રભ નામનું શહેર વસાવ્યું.
વિદ્યાઓ ઉપરાન્ત રાવણે છ ઉપવાસ કરી ચંદ્રહાસ નામનું એક ઉત્તમ ખડગ સાધ્યું.
મંદરી વગેરે સાથે લગ્ન તે અરસામાં વૈતાઢય ગિરિ પર દક્ષિણ શ્રેણીના આભૂષણ ભૂત સૂર સંગીત નામના નગરમાં ભય નામે વિદ્યાધરોનો રાજા હતો તેને હેમવતી નામે રાણું અને મંદોદરી નામે કુંવરી હતી. તે યૌવનવંતી થતાં તેને પિતા મય વિધાધર તેના વરને માટે વિધા