________________
૧૯૭ તેને સખત હાર આપી. આથી વૈશ્રવણને વૈરાગ્ય આવ્યો અને તેણે દીક્ષા લીધી. વૈશ્રવણ સાચો સાધુ બને જાણીને અને રાવણે લંકાનું રાજ્ય પોતાના હાથમાં લીધું પછી પુષ્પક વિમાનમાં બેસી રાવણ સંમેત શિખર પર અરિહંતની પ્રતિમાને વાંદવા ગયો. પાછાં ફરતાં તેને એક દિવ્ય હાથી પ્રાપ્ત થયે. રાવણે તેનું ભુવતાલંકાર એવું નામ પાડયું.
રાવણે યમરાજનો કરેલો પરાજય એક દિવસ રાવણ દરબાર ભરી બેઠા હતા ત્યાં પવનવેગ વિધાધર આવ્યા અને યમરાજા વિરૂદ્ધ ફરિયાદ કરી, મદદ માગી. રાવણ તુરતજ પોતાની પ્રચંડ સેના લઈ યમરાજા સામે લડવા માટે રવાના થયો અને કિકિંધાપુરી આવી પહોંચ્યો. ત્યાં સાત નરકનો નાશ કરી પોતાના સેવકોને છોડાવ્યા નરના રક્ષકોએ એ સમાચાર યમરાજાને કહી સંભળાવ્યા એટલે યમરાજા રાવણની સામે લડવા આવ્યા. ભયંકર દંડ લઈ યમરાજા રાવણની સામે ધસ્યો પણ રાવણે પલક માત્રમાં એ દંડને નકામે બનાવી દીધા. યમરાજાએ ત્યારબાદ બાણોને વરસાદ વરસાવવા માંડે છતાં ફાવ્યો નહિ. અને પરાભવ પામી યમરાજા રથનુપૂરના રાજા ઈન્દ્ર પાસે ગયે. ઇંદ્રરાજા રાવણ સાથે યુદ્ધ લડવા તૈયાર થયે પણ મંત્રીઓએ તેને તેમ કરતાં ર. રાવણે કિષ્કિન્ધાપુરી આદિત્ય રાજાને અને ક્ષ પુર કક્ષરાજને આપીને લંકા પાછા ફર્યો.
વાલીનું રાવણ સાથે યુદ્ધ વાનરેનો રાજા આદિત્યરજાને ઇંદુ માલિની નામની એક સ્વરૂપવાન રાણી હતી. એ રાણીએ વાલી નામના એક મહાન પુત્રને જન્મ આપ્યો. વાલી બચપણથી ધર્મને અનુરાગી હતે આદિત્યરજાને સુગ્રીવ નામે બીજે પણ પુત્ર થયો. આદિત્યરાએ રાજયને સર્વ