________________
૧૯ વંદના કરી.
વાલિમુનિને પ્રણામ કરી રાવણ ભરત રાજાના કરાવેલા ચિત્ય સમીપ આવ્ય; ત્યાં ચિત્યની બહાર શસ્ત્રો મૂકી પિતે અંતઃપુર સહીત અંદર જઈ અરિહંતની અષ્ટપ્રકારી પૂજા કરી પછી એ મહાસાહસિકે રાવણે, ભક્તિથી પોતાની નસો ખેંચી, તેની તંત્રી કરી, ભૂજવીણા વગાડવા માંડી. દશાનન ગ્રામ રાગથી વીણું વગાડતો હોય અને તેના અંતઃપુરની સ્ત્રીઓ સપ્ત સ્વરથી મનહર ગીત ગાતી હતી. તેવામાં ધરણેન્દ્ર તે ચિત્યની યાત્રા માટે આવ્યા. અરિહન્તની સ્તુતિ કરતા રાવણને જોઈ ધરણેન્દ્રએ કહ્યું, “હે રાવણ! તારી આ અનન્ય અને અજોડ ભક્તિ જોઈ હું તારા ઉપર પ્રસન્ન થયે છું. તારી આ ભક્તિનું સાચું ફળ અથવા પરિણામ મેલ જ હોઈ શકે. પણ હજુ તું સંસારી છે સંસારને તેં ત્યાગ કર્યો નથી. સંસાર માટેની તારી લાલસા ક્ષય પામી નથી, તેથી તારે જોઈએ તે માગી લે. રાવણે ધીર ગંભીર સ્વરે જવાબ આપ્યો, “હે નાગેન્દ્ર! દેવાધિદેવ અરહંત પ્રભુના ગુણ સ્તવનથી તમે તુષ્ટ થયા તે તમને ઉચિત છે, કારણ કે તે તમારા હૃદયમાં રહેલી સ્વામિભક્તિનું ચિન્હ છે; પરંતુ જેમ વરદાન આપવાથી તમારી રવામિભક્તિનો ઉત્કર્ષ થાય છે તેમ વરદાન લેવાથી મારી સ્વામિભક્તિ હીન થાય છે. રાવણના આ વચને. સાંભળી નાગેન્જ સંતોષ પામ્યા. એમણે રાવણને અમોઘ વિજ્યા શક્તિ અને રૂપવિતારિણું વિઘાઓ આપી. રાવણે અષ્ટાપદ પર્વત પર રહેલા સર્વ તીર્થકરને ભાવપૂર્વક વંદન કરી પોતાની પ્રભુ ભક્તિ પૂર્ણ કરી. પછી તે નિત્યક નગરે ગેયે અને રત્નાવલિ સાથે લગ્ન કરી લંકા પાછો ફર્યો. તે સમયે વાલિમુનિને કેવળજ્ઞાન થયું.