________________
સહસ્ત્રાંશુ રાજાની હાર અને દીક્ષા રાવણ દિગવિજ્ય માટે નીકળે. સુર્પણખાને પતિ ખર અને એના ચૌદ હજાર વિદ્યાધર રાવણની સાથે હતા. સુગ્રીવ પણ પિતાની પ્રચંડ સેના સાથે રાવણની સાથે ચાલતે હતો રેવા નદીના પટ પર અરિહંતની પ્રતિમા સ્થાપન કરી રાવણ જયારે પૂજા કરતો હતો ત્યારે રેવા નદીમાં પૂર આવવાથી પૂજામાં ભંગ પડયે. તપાસ કરતાં માલમ પડયું કે સહસ્ત્રાંસુ રાજાએ જળક્રીડા કરી દુષિત કરેલું જળ રેલાવી પ્રભુ ભક્તિમાં ભંગ પાડ હતું તેથી તેને શિક્ષા કરવા રાવણે સૈન્ય કહ્યું પણ સહસ્રાંશુએ રાવણની સેનાને હરાવી એટલે રાવણ જાતે સહસ્રાંશુ સામે ગયે અને તેણે તે રાજાને હરાવી કેદ કર્યો. જયારે રાવણને ખબર પડી કે સહસ્ત્રાંશુ શતબાહુ મુનિને પુત્ર હતા, અને જાણી જોઈને પ્રભુભક્તિમાં ભંગ પાડે નહિ ત્યારે તેણે સહસ્રાંશુને મુક્ત કર્યો. પણ સહસ્રાંશુને વૈરાગ્ય આવ્યો હતું તેથી પિતાને પુત્ર રાવણને સેંપી તેણે દીક્ષા અંગીકાર કરી. સહસ્રાંશુની દીક્ષાની વાત સાંભળી તેના પરમ મિત્ર ધ્યાના રાજા અનરણ્ય પણ પુત્ર દશરથને ગાદી સોંપી દીક્ષા લીધી.
રાવણે અટકાવેલ મરૂત રાજાને યજ્ઞ આ અરસામાં દષ્ટિના પ્રહારથી વેદના પામેલા નારદ રાવણની સભામાં હાજર થઈ બોલવા લાગ્યા. “અન્યાય ! અન્યાય!” રાવણે પૂછયું, “આપ શાન્ત થાઓ અને તમને કોણે અને કેવી રીતે અન્યાય કર્યો છે તે જણાવો.” નારદે કહ્યું. “રાજપુરનગરમાં મરૂત નામે રાજા છે. તે દુષ્ટ બ્રાહ્મણોના સહવાસથી હિંસક યજ્ઞ કરે છે. યજ્ઞમાં હોમ કરવા માટે નિરપરાધી પશુઓને પૂરી રાખવામાં આવ્યા છે. પશુઓને પિકાર સાંભળી મેં મરૂતરાજાને પૂછયું, “આ શું આરંભ્ય છે?” મરૂતે કહ્યું.” અહીં બ્રાહ્મણોએ કહેલ યજ્ઞ થાય છે.