________________
૧૯૮ કારભાર પિતાના મોટા પુત્ર વાલીને સોંપી દીક્ષા લીધી
એક દિવસ રાવણના એક અનુચરે રાજસભામાં વાનરેશ્વર વાલીના વખાણ કર્યા. તરતજ રાવણે પિતાને એક રાજદૂત વાલી પાસે મોકલ્યો અને કહેવરાવ્યું કે વાલીએ પિતાની સેવામાં હાજર થવું પણ વાલીએ રાવણને સ્વામી તરીકે સ્વીકારવાની ના પાડી એટલે બન્ને વચ્ચે તુમુલ યુદ્ધ થયું. યુદ્ધમાં ઘણો સંહાર થતા જોઈ વાલીએ ઢંદ્વ યુદ્ધનું સુચન કર્યું. રાવણે તે સ્વીકાર્યું એટલે બંને દ્દાઓએ યુદ્ધનો આરંભ કર્યો. રાવણે પોતાની સર્વ વિદ્યાએ વાલી પર અજમાવી પણ વાલીએ એ સર્વ વિદ્યાઓને સુંદર રીતે સામને કર્યો અને રાવણની એક પણ વિદ્યા એણે કામમાં આવવા દીધી નહિ. છેલ્લે રાવણે દૈવી ચંદ્રહાસ નામનું ખડગ વાલીની સામે ઉગામ્યું. વાલીએ તરત જ ખડગ સાથે ધસી આવતા રાવણને કેડમાંથી ઊંચ અને થોડા સમયમાં રાવણને બગલમાં રાખીને પૃથ્વીની ચાર પદક્ષિણ કરી રાવણને છોડી મૂક્યો પછી પોતાના ભાઈ સુગ્રીવને ગાદી આપી વાલીએ દીક્ષા અંગીકાર કરી.
રાવણે કરેલી અષ્ટાપદ પર પ્રભુ ભક્તિ સુગ્રીવે રાવણને પોતાની બહેન શ્રીપ્રભા પ્રરણાવી અને રાવણને સ્વામી તરીકે સ્વીકાર્યો. એક દિવસ રાવણ નિત્યાક નામના નગરમાં નિત્યક નામના રાજાની રત્નાવલી નામની કન્યાને પરણવા ચાલ્યો. માર્ગમાં અષ્ટાપદગિરિ ઉપર આવતાં તેનું પુષ્પક વિમાન રખલિત થયું. કાઉસગ સ્થાને રહેલા વાલીમુનિને પોતાના વિમાનની નીચે જઈ પૂર્વનું વૈર યાદ કરી, રાવણે વાલિમુનિને હેરાન કરવાનો વિચાર કર્યો પણ વાલિમુનિએ પરચો બતાવતાં રાવણે મુનિની માફી માગી અને તેમને ભાવપૂર્વક