________________
૧૯૬ જાનથી મારી નાખવા નથી. એટલે એણે પ્રવપન નામનું અસ્ત્ર ફેંક્યું. આથી અમરસુંદર, કન્યાઓના પિતાઓ તથા સુભટો મોહિત થઈ ગયા. રાવણે એમને નાગ પાશ વડે પશુની જેમ બાંધી લીધા. કન્યાઓની આજીજીથી રાવણે અને બધાને છોડી મૂક્યા અને પોતે સ્વયંપ્રભ નગરમાં આવ્યું.
રાવણની રાણી મંદોદરીએ ઈન્દ્રજિત નામના એક પરાક્રમી પુત્રને જન્મ આપે. થોડા સમય પછી એક બીજો પુત્ર પણ તેને થયો. તેનું નામ મેઘવાહન રાખવામાં આવ્યું.
રાવણને લંકાની પ્રાપ્તિ-વૈશ્રવણની દીક્ષા કુંભકર્ણ અને બિભીષણના મનમાં લંકાપતિ વૈશ્રવણ આંખમાં કણું ખૂચે એમ ખૂંચી રહ્યો હતો. એ બન્ને ભાઈઓ લંકાવાસીઓને હેરાન કરવા લાગ્યા.વૈશ્રવણે દૂત મોકલીને સુમાળીને કહેવરાવ્યું, “આ બન્ને ભાઈઓને ઉપદ્રવ કરતા અટકાવે. જો તમે એમને એમ કરતાં નહિ અટકાવો તે હું મારી સર્વ શક્તિથી એમને હણી નાંખીશ. મારી શક્તિને હજી તમે પૂરેપૂરી જાણતા નથી માટે તમે તમારા હિતની ખાતર તે બન્ને ભાઈઓને ઉપદ્રવ કરતા અટકા” આવાં દૂતના વચન સાંભળી મહામનાવી રાવણ કોધથી બોલ્યો, “અરે! એ વિશ્રવણ કોણ છે? જે બીજાને કર આપે છે અને બીજાને સેવક છે તે છતાં આવું ઉદ્ધત બેલતાં કેમ શરમાતે નથી ? તું દૂત છે માટે તેને મારતે નથી. તું અહીંથી ચાલ્યો જા.” આ પ્રમાણે રાવણના કહેવાથી તે દૂતે તત્કાળ વૈશ્રવણ પાસે જઈને તે બધે વૃત્તાંત કહ્યો. દૂતના ગયા પછી તેની પાછળ તરતજ રાવણ પોતાના સહદને અને સૈન્યને લઈ લંકા સમીપ આવે. રાવણના આગમનના સમાચાર સાંભળી વૈશ્રવણ યુદ્ધ કરવા માટે મેટી સેના લઈ લંકાપુરીની બહાર નીકળ્યો. થોડા વખતમાં રાવણે