________________
૧૯૩ કરવી પડશે આમ હસતે મુખે અમને જવાની રજા આપે જેથી અમે જીવનમાં મહાન પરાકમે કરી શકીએ.” રાવણ, બિભીષણ અને કુંભકર્ણનું વિધા સાધવા જવું
કૈકસી માતાએ ત્રણે ભાઈઓને આશીર્વાદ આપ્યા એટલે ત્રણે ભાઈઓએ જંગલ તરફ પ્રયાણ કર્યું. એક ઘર અને ભયંકર જંગલમાં આવીને એમણે તપની શરૂઆત કરી. તપના પ્રભાવે એમણે અષ્ટાક્ષરી વિદ્યા સાધીત્યાર પછી એમણે ષોડશાક્ષર મંત્રને જાપ જપ શરૂ કર્યો.
આ ત્રણે ભાઈઓ આ પ્રમાણે તપ કરતા હતા ત્યાં એક દેવ એની દેવીઓ સાથે ત્યાં આવ્યું અને ભાઈઓના તપમાં ભંગ પડાવવા દેવીઓ મોકલી. પણ પેલી દેવીઓ આ સ્વરૂપવાન ભાઈ
ને જોતાં જ તેમના મેહમાં પડી ગઈ અને કહેવા લાગી, “હે વીર પુરૂષો ! તમે તમારી આંખ ખૂલીને અમારી સામે તો જુઓ અમે અપ્સરા જેવી દેવીએ મેહિત થઈ તમને સ્વાધીન છીએ. તમે અમારી સાથે ભોગ વિલાસ ભેગે અને તમારા જીવનને સાર્થક બનાવો.” દેવે રાવણ વગેરેને કરેલું ઉપસર્ગ
દેવીઓથી જ્યારે પેલા ભાઈઓ એમના ધ્યાનમાંથી સહેજ પણ ચલિત થયા નહિ ત્યારે પેલો દેવતા પતે ત્યાં હાજર થયો અને કહેવા લાગે, “હે વીર પુરૂષ ! તમારે આ કષ્ટ સાધનાની જરાપણ જરૂર નથી. તમારે કોઈપણ વરદાન જોઈતું હોય તો માગો; હું તમને તે આપીશ અને તમારા મનની કામના પરિપૂર્ણ કરીશ.”
દેવના આ વચન સાંભળીને પણ પેલા ત્રણે ભાઈઓ ધ્યાનમાંથી લેશ માત્ર પણ ચલિત થયા નહિ આથી દેવના કાપે માઝા મૂકી. એણે પોતાના નેકરને બોલાવ્યા અને ભાઈએાનું ધ્યાન