________________
૭૮
થડા નાશ પામે અને જેના વધારે હોય તેના વધારે મૃત્યુ પામે છે રાજન! આપના વચનથી હું હવે શોક નહિ કરું પણ આપ આપના બધા પુત્રોના મૃત્યુ સમયે શક ન કરશે. તે હવે સાંભળો હે રવામિન! આપના સાઠ હજાર પુત્રો નાગરાજના દષ્ટિ વિષથી મૃત્યુ પામ્યા છે.”
આ સમાચાર સાંભળી સગર શકતબ્ધ બની જડાઈ ગયા. ઘણી ધીરજ રાખવા છતાં રાજા ધીરજ ન રાખી શક્યા અને જમીન ઉપર ઢળી પડે. સર્વત્ર શેક ફેલાયા. પ્રજા પણ રાજાના શોકમાં સામેલ બની. સગર સમજી ગયો કે આ વૃદ્ધ વિપ્ર મારા પુત્રોના મૃત્યુ સમાચાર આપવા આવ્યું હતું, પણ તેણે મને વધુ આઘાત ન લાગે માટે પોતાના પુત્રના મૃત્યુની વાત આગળ કરી હતી. સુબુદ્ધિ મંત્રીએ સગરના આંસુ લુંછયા. સર્વેએ જુદાં જુંદા દણ આપી રાજાને શેક રહિત બનાવ્યા.
ગંગા નદીના પ્રવાહથી ઘણા ગામ ડૂબી જવા લાગ્યાં. પ્રજાએ બૂમરાણ કરી મૂકી એટલે સગરે જહુના પુત્ર ભગીરથને મોકલ્યા. ભગીરથે અઠ્ઠમ તપ કરી, ગંગાને સમુદ્રમાં વાળી પ્રજાને સુરક્ષિત કરી. આથી ત્યારબાદ ભગીરથના નામથી ગંગા ભાગીરથી કહેવાઈ. ભગીરથીને પ્રાપ્ત થયેલ કેવળ મુનિને સમાગમ
ગંગાને સમુદ્રમાં મેળવી ભગીરથ પાછો ફરે છે તેવામાં તેણે માર્ગમાં કેવળી ભગવંતને જોયા. તેમને વંદન કરી ભગીરથે પૂછયું, “હે ભગવંત! ક્યા કર્મથી મારા પિતા અને કાકાએ એકી સાથે મૃત્યુ પામ્યા ?” ભગવતે કહ્યું, “હે ભગીરથ ! એક વખત શ્રાવકોને એક સંઘ જાત્રા કરવા નીકળે. રાત્રે એક ગામમાં કોઈ કુંભારના ઘર પાસે ઉતારે કર્યો. તે ગામના લેકે ચેર હતા. તેઓ આ સંધને લુંટવાથી પુષ્કળ ઘન મળશે એમ ધારી લૂંટવાને તૈયાર