________________
૧૬૪ વાદલબ્ધિવાળા ૦૨,૪૦૦
બે હજાર ચાર શ્રાવક ૨,૯૦,૦૦૦
બે લાખ નેવું હજાર શ્રાવિકા
૩,૯૩,૦૦૦ @ લાખ ત્રાણું હજાર પ્રભુના તીર્થમાં ગરૂડ યક્ષ શાસન દેવ અને નિર્વાણી દેવી. શાસન દેવતા થયાં.
છઠ્ઠા ચક્રવતી અને સત્તરમા તીર્થંકર
શ્રી કુંથુનાથ સ્વામી ચરિત્ર શ્રી કુંથુનાથ ભગવાન સનાડતિશયિિભઃ
સુરા સુર નૃનાથાના–મેકનાડતુ વશ્રિયે ચેત્રીશ અતિશયેની સમૃદ્ધિ વડે યુક્ત અને દેવ અસુર તથા મનુષ્યોના સ્વામીઓ ઇંદ્ર, ચક્રવત વગેરેના અદ્વિતીય પતિશ્રી કુંથુનાથ ભગવાન તમને કલ્યાણ રૂપી લક્ષ્મીને અર્થે હે.
પૂર્વભવ પહેલે ભવ-સિંહાવહ રાજા-બીજે ભવ-દેવ
આ જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં આવર્ત નામે વિજ્યમાં ખડ્ડી નામે એક નગરી હતી ત્યાં સિંહાવહ નામે રાજા રાજ્ય કરતો હતો. તે ધર્મને આધાર, પાપને કુઠાર, ન્યાયનું કુળ ગૃહ અને સમૃદ્ધિ એની જન્મભૂમિ જે હતો. તેનું પ્રભુપણું ઈન્દ્ર જેવું હતું અને ઉત્સાહ વિષ્ણુના જેવો હતે. સમુદ્રની પેઠે તેની મર્યાદા ઉલ્લંઘન થતી ન હતી, પરંતુ એ શક્તિમાન રાજા વયમેવ આ જગતને મર્યાદામાં રાખતા હતા. તે ધર્મને માટે જ પૃથ્વીનું રાજ્ય કરતો હતો, દ્રવ્યને માટે નહિ. અનાસકતપણે ભેગભગવતાં તેણે કેટલાક કાળ નિર્ગમન કર્યો. પછી સવરાચાર્ય પાસે દીક્ષા લીધી. વીસ