________________
૧૬૮ પતિ રાજર્ષિએ તીવ્ર તપશ્ચર્યા કરી અને વીશ થાનક તપ કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. કાળ એગે મૃત્યુ પામી એ સમદષ્ટિ અને સમાધિસ્થ મહાશય નવમા દેવલોકમાં મહર્ધિક દેવપણે ઉત્પન્ન થયા.
ત્રીજો ભવ – શ્રી અરનાથ ભગવાન ચ્યવન
જંબુદીપના ભરતક્ષેત્રમાં હરિતપુર નામે નગર હતું તેમાં સુદર્શન નામે રાજા રાજ્ય કરતા હતા. તેને મહા દેવી નામે પતિપરાયણ રાણે હતી. ફાગણ સુદ બીજને દિવસે, રેવતી નક્ષત્રમાં ધનપતિ રાજાને જીવ મહાદેવી રાણીની કુક્ષિ વિષે પુત્ર પણે અવતર્યો. સુખે સુતેલાં મહાદેવી માતાએ ચૌદ મહારને મુખમાં પ્રવેશ કરતા જોયા અને રાત્રિ ધર્મ જાગરણમાં પસાર કરી આચાર પ્રમાણે દેએ ચ્યવન કલ્યાણક મહત્સવ કર્યો. જન્મ
પૂર્ણમાસે મહાદેવી માતાએ, માગશર સુદ દશમે રેવતી નક્ષત્રમાં ચંદ્રને વેગ હતો ત્યારે નંદા વર્તન લાંછનવાળા અને સુવર્ણ વર્ણવાળા પુત્રને જન્મ આપ્યો. છપન દિગ કુમારિકાઓ, ચોસઠ ઇન્દ્રો, અસંખ્ય દેવતાઓ અને સુદર્શન રાજાએ જન્મ મહેત્સવ કર્યો. પિતાએ તેમનું નામ અરનાથ પાયું પ્રભુ યીવન વય પામ્યા એટલે પિતાએ તેમને રાજકન્યાઓ પરણાવી. અરનાથ ચક્રવતી
પ્રભુ જ્યારે એકવીસ હજાર વર્ષના થયા ત્યારે સુદર્શન રાજાએ તેમને રાજ્યને ભાર સેં. એકવીસ હજાર વર્ષ પછી તેમના શસ્ત્રાગારમાં ચકરત્ન ઉત્પન્ન થયું અને પછી બીજા પણ તેર રને ઉત્પન્ન થયાં. આ રત્નોથી તેમણે છ ખંડ સાધ્યા. અને